ચંદીગઢથી રાજકોટ આવતો ૩૧.૧૦ લાખનો દારૂનો જથ્થો ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચની ટીમ

  • June 10, 2026 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ક્રાઈમ બ્રાંચની ટીમે બામણબોર ચેકપોસ્ટ પાસે શંકાસ્પદ ટ્રક અટકાવી તપાસ કરતા તેમાંથી .૩૧.૧૦ લાખનો ૨૦,૭૩૬ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. ચંદીગઢથી રાજકોટમાં માલ ઠલવાય તે પૂર્વે જ પોલીસે દાનો જથ્થો ઝડપી લીધો હતો. દા અને ટ્રક સહિત .૪૬.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરી દાનો જથ્થો મોકલનાર અને મગાવનારને શોધી કાઢવા પોલીસે તપાસ હાથ ધરી છે.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઇમ) ભરત બસીયા દ્રારા શહેરમાં દા  જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા માટે હાલમાં તા.૦૯૦૬૨૦૨૬ થી તા.૧૨૦૬૨૦૨૬ સુધીની દા જુગારની ડ્રાઇવનુ આયોજન કયુ હોય જેમાં વધુને વધુ કેસો કરવાની આપેલ સુચનાથી ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઇ આર.કે.ગોહીલ તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ તુલશીભાઇ ચુડાસમા અને કોન્સ્ટેબલ સંજયભાઈ ખાખરીયા, મુકેશભાઈ સબાડ સહિતનો સ્ટાફ અમદાવાદ – રાજકોટ હાઇવે બામણબોર ચેકપોસ્ટ પહેલા રામદેવ હોટલ પાસે આવતા ચોકકસ બાતમી મળેલ કે, ટાટા કંપનીનો ટ્રક ન.ં જીજે–૩૬–એકસ–૩૭૭૮ છે જેમાં ખાતર જેવી કાળી માટીના બાચકાની આડમાં ગેરકાયદેસર ઈંગ્લીશ દાની પેટીઓ છે તેવી માહિતીના આધારે ટીમ વોચમાં હતી. દરમિયાન શંકાસ્પદ ટ્રક પસાર થતા ટ્રકને અટકાવી ટ્રકચાલકની પુછતાછ કરતા તેણે પોતાનું નામ સત્યપાલ ઠાકરારામ ગોદાસ (ઉ.વ.૨૯, રહે. લાખોલઈ નાડી બાલોતરા, રાજસ્થાન) હોવાનું જણાવેલ હતું.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટ્રકના પાછળના ભાગમાં રહેલ કાળા કલરની તાલપત્રી દૂર કરી જોતા જેમાં સફેદ પ્લાસ્ટકીના બાચકાઓની નીચેથી વિદેશી દાની પેટીઓ મળી આવેલ હતી. પોલીસે કુલ ૨૦૭૩૬ વિદેશી દાની બોટલ .૩૧.૧૦ લાખ, ટ્રક સહિત .૪૬.૨૦ લાખનો મુદામાલ કબ્જે કરી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી પૂછતાછ આદરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, દાનો જથ્થો ચંદીગઢથી ભરાઈને રાજકોટ તરફ આવતો હતો. હાલ પોલીસે ડ્રાઇવરને વોટસએપ નંબર પર આગળ દા કયાં ખાલી કરવાનો હતો તે અંગે જાણ કરનાર સપ્લાયર અને રીસીવરની તપાસ હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application