ખંભાળિયા નજીકના ટોલ પ્લાઝામાં નુકસાની કરવા સબબ ટ્રક ચાલક સામે ગુનો

  • December 23, 2024 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા - જામનગર હાઈવે પર અત્રેથી આશરે 8 કિલોમીટર દૂર આવેલા ધરમપુર ટોલ પ્લાઝા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક નીકળેલા જી.જે. 37 ટી. 5421 નંબરના ટ્રકના ચાલક ભીખુભાઈ બુધાભાઈ સુમણીયાએ સેન્સર મશીનમાં ટક્કર મારી, તેને તોડી નાખતા વ્યાપક નુકસાની થવા પામી હતી. જે અંગેની ફરિયાદ ટોલ પ્લાઝાના કર્મચારી રાયમલભાઈ દેશાઈ (ઉ.વ. 30) દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.


દ્વારકામાં દહેજ ભૂખ્યા સાસરિયાંઓ દ્વારા પરિણીતાને ત્રાસ

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતી અને કાદરભાઈ મોખાની 24 વર્ષની પરિણીત પુત્રી ઓફરોજાબેન સલીમભાઈ સોઢાને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ સલીમ સાલેમામદ સોઢા, સાસુ શકીરનાબેન, જેઠ સુલતાનભાઈ, દિયર નજીરભાઈ અને નણંદ નૂરજહાં સતારભાઈ બેતારા દ્વારા અવારનવાર ઘરકામ બાબતે ઝઘડો કરી શંકા-કુશંકાઓ કરવામાં આવતી હતી.

આટલું જ નહીં તેણીના પતિને અન્ય યુવતી સાથે કથિત રીતે પ્રેમ સંબંધ હોવા અંગેની જાણ ફરિયાદી મહિલાને થતા તે પતિને સમજાવવા જતા તેણે ઢોર માર્યો હતો. આ ઉપરાંત આરોપીઓએ નિકાહના પૈસા લઈ અને "તું તારા પિતાના ઘરેથી કાંઈ લાવી નથી. તને તારા પિતાએ કાંઈ દહેજ આપ્યો નથી"- તેમ કહી ત્રાસ ગુજારતા આ પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે તમામ પાંચ સાસરીયાઓ સામે સ્ત્રી અત્યાચાર તેમજ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application