જે નિર્દોષ ખાતાધારકના એકાઉન્ટમાં પૈસા આવી ગયા હોય અને સાઇબર ક્રાઇમમાં કોઈ કનેક્શન ન હોય તેમનું વેરિફિકેશન કરવું, બિનજરૂરી હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવુ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે "ઓપરેશન મ્યૂલ હન્ટ" અંગે સમીક્ષા બેઠક યોજાઈ
"ઓપરેશન મ્યૂલ હન્ટ" અંતર્ગત ઇન્ટર કો-ઓર્ડિનેશન વધુ મજબૂત કરવા વિડિઓ કોન્ફરન્સ મારફતે યોજાયેલી આ બેઠકમાં સીઆઈડી ક્રાઈમ ડીજીપી, પોલીસ કમિશનર, તમામ રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડાઓ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ "ઓપરેશન મ્યૂલ હન્ટ" ડ્રાઇવ અંતર્ગત સાયબર ક્રાઈમ પ્રિવેન્શન અને ડિટેક્શનને વધુ વેગ આપવા અને તમામ એકમો વચ્ચેનું સંકલન મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
આ બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રી દ્વારા એક મહત્વની બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે પોલીસ કાર્યવાહીમાં કોઈ નિર્દોષ નાગરિકને બિનજરૂરી હેરાનગતિ ન થાય. જે ખાતાધારકનું સાઇબર ક્રાઇમમાં કોઈ કનેક્શન ન હોય, માત્ર ખાતામાં પૈસા આવ્યા હોય, તેમનું યોગ્ય વેરિફિકેશન કરવામાં આવે. નિર્દોષ નાગરિકો સાથે બિનજરૂરી હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા આદેશ આપવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
