દુબઈ જે શહેર ક્યારેક સ્વપ્ન, સોનું અને સ્કાયલાઇનનું પ્રતીક હતું. તે આજે ત્યાંના અમીર રહેવાસીઓ ઝડપભેર સામાન ઉઠાવી, પોતાના બાળકો અને ક્યારેક પ્રિય પાળેલા પ્રાણીઓ સાથે, ઘર છોડી ચાલ્યા જઈ રહ્યા છે. ઈરાનના હુમલા અને ઉત્તરોત્તર વધી રહેલા તણાવે ખાડી ક્ષેત્રમાં ભારે ભય અને ગભરાટ ફેલાવ્યો છે.
ફાઇનૅન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, ઓમાનની રાજધાની મસ્કત હાલ ધનિક પરિવારો માટે એક અઘોષિત 'એક્ઝિટ ગેટ' બની ગઈ છે. દરરોજ ત્યાંથી આશરે ૩૦ ચાર્ટર અને પ્રાઇવેટ જેટ ઉડાન ભરી રહ્યા છે. દરેક વિમાનમાં ઓછામાં ઓછા ૮ મુસાફરો હોય છે. મોટા ભાગના વિમાનો પહેલા તુર્કિયેના ઇસ્તાંબૂલ અથવા ઇજિપ્તની રાજધાની કૈરો જઈ રહ્યા છે અને ત્યાંથી આ પરિવારો કૉમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા લંડન અને યુરોપના અન્ય શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે.
૧,૦૦૦ અમીર પરિવારો ગયા
ઈરાનના હુમલા બાદ અત્યાર સુધીમાં આશરે ૧,૦૦૦ ધનિક પરિવારો દુબઈ છોડી ચૂક્યા છે. જોકે, આ સ્થળાંતર જો સ્થાનિક સ્તરે જોવામાં આવે તો ૧,૦૦૦ સંખ્યા નાની લાગી શકે પણ અરેબિયન બિઝનેસના આંકડા કહે છે કે દુબઈમાં ૮૧,૨૦૦ જેટલા કરોડપતિ રહે છે. એટલે આ પ્રમાણ ઘણું નોંધપાત્ર છે.
ફ્લાઇટ ટ્રૅકિંગ ડેટા સાઇટ Flightradar24ના આંકડા સ્પષ્ટ બોલે છે. છેલ્લા એક અઠવાડિયામાં મસ્કત એરપોર્ટ પરથી ઉડ્ડયન ભરનારી લગભગ એક-તૃતીયાંશ ફ્લાઇટ્સ ચાર્ટર અથવા પ્રાઇવેટ જેટ હતી.
એક સીટ માટે ૨૦,૦૦૦ ડૉલર
મસ્કત એરપોર્ટ ઉપર પ્રાઇવેટ ઉડ્ડયનોની ભારે ભીડ ઊભી થઈ ગઈ છે. હાલત એ છે કે એર ટ્રાફિક પ્રશાસને ઓપરેટરોને "વધારાની ફ્લાઇટ્સ ન મોકલવા"ની ચેતવણી આપવી પડી. પ્રશાસને સ્પષ્ટ કહ્યું, "અત્યારે માત્ર નિર્ધારિત શૅડ્યૂલ ધરાવતી કૉમર્શિયલ ફ્લાઇટ્સને જ પ્રાથમિકતા મળશે." છતાં, સ્થળાંતર ચાલુ છે અને પ્રાઇવેટ ફ્લાઇટ્સમાં એક સીટ માટે ₹૧૭ લાખ (૨૦,૦૦૦ ડૉલર) કરતાં વધુ ચૂકવવા પડી રહ્યા છે!
હજારો સામાન્ય મુસાફરો ફસાયા
જ્યાં એક તરફ ધનિક ચાર્ટર ભાડે કરીને ઉડી રહ્યા છે, ત્યાં બીજી તરફ સામાન્ય મુસાફરો હજ્જારોની સંખ્યામાં અલગ-અલગ એરપોર્ટ્સ ઉપર ફસાઈ ગયા છે. ઘણા લોકો એશિયાથી યુરોપ પહોંચવા માટે અત્યારે અમેરિકાના લાંબા રસ્તે જઈ રહ્યા છે. Air India એ ન્યૂ યૉર્ક, લંડન, ફ્રૅન્કફર્ટ, પૅરિસ, ઍમ્સ્ટર્ડૅમ, ઝ્યુરિચ, કોલૉમ્બો અને માલે માટે વધારાની ઉડ્ડાન ઉમેરવાની જાહેરાત કરી છે.
દુબઈ ઍરસ્પૅસ જે થોડા સમય માટે ફરી ખુલ્લી થઈ હતી ત્યારબાદ ફરી ટૂંકા સમય માટે બંધ કરવી પડી. હાલ ત્યાંથી ઉડ્ડાન ભરતા વિમાનો UAE સૈન્ય જેટ્સ દ્વારા સુરક્ષિત, દક્ષિણ તરફના સાંકડા એરિયા કૉરિડોર ઉપરથી પસાર થઈ રહ્યા છે. British Airways, Air France, Virgin Atlantic સહિત અનેક યુરોપિયન ઍરલાઇન્સે સલામતીના કારણોસર ઉડ્ડાન રદ અથવા ડાઇવર્ટ કર્યા છે. ક઼તારે પણ ટૂંક સમય માટે ઍરસ્પૅસ ખોલ્યા બાદ ફરી બંધ કર્યી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભાડૂઆતો માટે મહત્વપૂર્ણ સમાચાર! આવું નહીં કરો તો 1,00,000નો ભારે દંડ થઈ શકે છે
March 09, 2026 05:44 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
