૨૧ ડિસેમ્બર વર્ષની લાંબામાં લાંબી રાત્રી અને ટુંકામાં ટુંકો દિવસ

  • December 19, 2024 11:32 AM 

જામનગરમાં રાત્રીના લંબાઈ ૧૩ કલાક અને ૧૪ મિનિટ અને દિવસ ૧૦ કલાક અને ૪૬ મિનિટનો રહેશે


 આગામી તા ૨૧મી ડિસેમ્બર ને શનિવારના રાત્રી દરમિયાન સાયન સૂર્ય મકર રાશીમાં પ્રવેશ કરશે અને આપણે ત્યાં શિશિર ૠતુનો પ્રારંભ થશે.

  આ દિવસે સૂર્ય પોતાની દક્ષિણાયન  ગતી પૂર્ણ કરી ઉત્તરાયણ ગતી ની શરુઆત કરશે એટલે હવેથી દિવસ ક્રમશઃ લાંબો થશે અને રાત્રી ટુંકી થતી જશે.

  પૃથ્વી પોતાની ધરી ઉપર ૨૩.૫ અંશે નમેલી રહીને સૂર્ય ની આસપાસ પ્રદક્ષિણા કરતી હોવાથી આપણે ત્યાં પૃથ્વી ઉપર ૠતુના ફેરફાર અને રાત-દિવસ ની લંબાઈ ના ફેરફાર અનુભવીએ છીએ.

  આગામી ૨૧ મી ડિસેમ્બર ના રોજ દક્ષિણ ધ્રુવ ઉપર ૬ મહિનાના દિવસ દરમિયાન નો વચ્ચેનો દિવસ હશે, અને ત્યાં સુર્ય તેની મહતમ ઊંચાઈ એટલે ૨૩.૫ અંશ ની ઊંચાઈ ઉપર પહોંચશે, ત્યાર બાદ સૂર્ય ની ઊંચાઈ ઘટતી જશે. તેજ રીતે ઉત્તરાધૃવ ઉપર ૬ મહિનાની રાત્રી દરમ્યાન નો વચ્ચેનો દિવસ હશે.

   આગામી શનિવારે જામનગર માં રાત્રીના લંબાઈ ૧૩ કલાક અને ૧૪ મિનિટ ની રહેશે અને દિવસ ૧૦ કલાક અને ૪૬ મિનિટ નો રહેશે, દૃવારકા માં રાત્રીના લંબાઈ ૧૩ કલાક અને ૧૩ મિનિટ રહેશે.

  ૨૧ ડિસેમ્બર પછી સૂર્યોદય ક્રમશઃ મોડો થશે પરંતુ સૂર્યાસ્ત તેથી વધારે મોડો થશે, આ કારણે સૂર્ય આપણા આકાશ માં વધુ સમય હાજર હશે, અને દિવસ ક્રમશઃ લાંબો થતો જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application