પ્રેસનોટ..
બાબા હરદેવસિંહજી મહારાજને સમર્પિત સમર્પણ દિવસ
યુગદ્રષ્ટા સદગુરૂ બાબા હરદેવસિંહજી મહારાજની પાવન સ્મૃતિમાં “સમર્પણ દિવસ” નું મુખ્ય આયોજન ૧૩મી મે ના રોજ સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાના સાનિધ્યમાં સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ,સમાલખા(હરિયાણા) ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દિલ્હી,એન.સી.આર. સહિત પાડોશી રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ હાજર રહી તેમના પરોપકારી કાર્યોને યાદ કરીને હ્રદયપૂર્વક શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા હતા.જામનગર માં પણ આ દિવસે પટેલ કોલોની સ્થિત સત્સંગ ભવન માં વિશેષ સત્સંગ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ભક્તોએ બાબાજીના આપેલ આદેશ-ઉપદેશનું સ્મરણ કરીને તેમને નમન કર્યા હતા.
સમર્પણ દિવસના પાવન અવસરે આશિષ વચન પ્રદાન કરતાં સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજે કહ્યું હતું કે જ્યારે અમે હરપલ આ નિરાકાર પ્રભુ પરમાત્માના પ્રત્યે પૂર્ણ સમર્પિત ભાવથી પોતાનું જીવન જીવીએ છીએ ત્યારે વાસ્તવિકરૂપમાં માનવતાના કલ્યાણ અર્થે અમારૂં જીવન સમર્પિત બને છે.આવું જ પ્રેમાભક્તિ યુક્ત જીવન સદગુરૂ બાબા હરદેવસિંહજીએ પોતે જીવીને અમોને જીવન જીવતાં શિખવ્યું છે.
માનવતાના મસિહા બાબા હરદેવસિંહજી મહારાજે આપેલ શિખનું વર્ણન કરતાં સદગુરૂ માતાજીએ કહ્યું હતું કે બાબા હરદેવસિંહજી મહારાજ પોતે પ્રેમની સજીવ મૂર્તિ બનીને નિઃસ્વાર્થ ભાવથી અમોને જીવન જીવવાની કળા શિખવાડી છે.જ્યારે પરમાત્માની સાથે અમારો સાચો પ્રેમ થઇ જાય છે ત્યારે આ માયાવી સંસારના લાભ અને હાનિનો અમારી ઉપર પ્રભાવ પડતો નથી કારણ કે ત્યારે ઇશ્વરનો પ્રેમ અને તેમની મરજી જ સર્વોપરિ બની જાય છે.
આનાથી ઉલ્ટું જ્યારે અમે પોતે પોતાને પરમાત્માથી દૂર થઇ ભૌતિક વસ્તુઓની સાથે સબંધ જોડીએ છીએ ત્યારે ક્ષણભંગુર સુખ-સુવિધાઓના પ્રત્યે અમારૂં ધ્યાન કેન્દ્રિત રહે છે જેના લીધે અમે તેના મોહમાં ફંસાઇને વાસ્તવિક આનંદની અનુભૂતિથી વંચિત રહી જઇ જઇએ છીએ.વાસ્તવિકતા એ છે કે સાચો આનંદ ફક્ત આ પ્રભુ પરમાત્માની સાથે જોડાઇને નિરંતર તેમની સ્તુતિ કરવામાં છે,જે સંતોના જીવનમાંથી નિરંતર પ્રેરણા લઇને અમે પ્રાપ્ત કરી શકીએ છીએ અને આ જ ભક્તના જીવનનો મૂળ સાર છે.પરિવાર-સમાજ તથા સંસારમાં અમે પોતે પ્રેમી બની પ્રેમરૂપી પુલનું નિર્માણ કરીએ કારણ કે સમર્પણ તથા પ્રેમ આ બે અનમોલ શબ્દો જ સંપૂર્ણ પ્રેમાભક્તિનો આધાર છે જેનાથી તમામના કલ્યાણની ભાવના સમાયેલી છે.
“સમર્પણ દિવસ” ના અવસરે દિવંગત સંત અવનીતજીની નિઃસ્વાર્થ સેવાનું વર્ણન કરતાં સદગુરૂ માતાજીએ કહ્યું હતું કે તેમને હંમેશાં ગુરૂના સેવક બનીને સબંધો સાઇડ પર રાખીને પોતાની સાચી ભક્તિ તથા નિષ્ઠા નિભાવી હતી.આ સમાગમમાં સંત નિરંકારી મિશનના અનેક વક્તાઓએ બાબાજીના પ્રેમ કરૂણા દયા અને સમર્પણ જેવા દિવ્ય ગુણોનું પોતાના ભાવો દ્વારા પ્રવચન ગીત ભજન અને કવિતાઓના માધ્યમથી વ્યક્ત કર્યા હતા.પ્રેમના પુંજ બાબા હરદેવસિંહજી મહારાજની કરૂણામયી અનુપમ છબી પ્રત્યેક શ્રદ્ધાળુ ભક્તોના હ્રદયમાં અમિટ છાપના રૂપમાં અંકિત છે અને તેમના ઉપકારોના માટે નિરંકારી જગતના તમામ ભક્તો હંમેશાં ઋણી રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech