તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના અગ્રણીઓએ અધિકારીઓને કરી રજુઆત
શહેરના નદીના પુલ પછી માહિકી, વરવાળા, સતાપર, તરસાઇ ગામમાં થઇને પોરબંદર વિસ્તારના બીલેશ્ર્વર, હનુમાનગઢ, રાણાવાવ પોરબંદર સુધી જતો રસ્તો જે હાલ જામજોધપુરથી છેક હનુમાન ગઢ સુધીનો માર્ગ સીંગલ પટ્ટીનો હોય આ રસ્તો ડબલ પટ્ટીનો કરવા જામજોધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઇ ચાવડા શહેર કોંગ્રેસ પ્રમુખ જમનભાઇ કેટરીયા લીગલ સેલના એડવોકેટ હરેન્દ્ર રાબડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ દ્વારા લેખિત રજુઆત કરાઇ છે. જેમાં જામજોધપુરથી તરસાઇ થઇ અને બિલેશ્ર્વર સુધીનો માર્ગ સીંગલ પટ્ટીનો હોય ખુબ જ ગોળાઇ વળાંક વાળો હોય અને આ માર્ગમાં સીંગલ પટ્ટી હોવાને કારણે ટ્રાફીકની સમસ્યા થતી હોય અને વારંવાર અકસ્માત થતા હોય જેથી આ માર્ગ વહેલી તકે પહોળી કરવા માટે તેને ડબલ પટ્ટીનો માર્ગ કરવા અને આ ટ્રાફીક સમસ્યા અકસ્માતની સમસ્યા નિવારણ કરવા આ જામજોધપુરથી વાયા તરસાઇ થઇ બિલેશ્ર્વર થઇ પોરબંદર સુધી જતો સીંગલ પટ્ટીનો માર્ગ તાત્કાલિક અસરથી ડબલ પટ્ટીનો બનાવવા ગુજરાત રાજય માર્ગ મકાન વિભાગ સહિત લગત કચેરીમાં રજુઆત કરાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઉત્તરપ્રદેશમાં આંધી અને ભારે વરસાદથી મોટી ખાનાખરાબી, 50 લોકોના મોત
May 23, 2025 10:52 AMતિરુપતિ મંદિર પરિસરમાં નમાજ અદા કરતો શખસ સીસીટીવીમાં કેદ
May 23, 2025 10:44 AMઅમેરિકા-જાપાનમાં બોન્ડ પરની આવક રેકોર્ડ સ્તરે પહોંચી, નિષ્ણાતોની ચેતવણી
May 23, 2025 10:42 AMમુનીરને ફિલ્ડ માર્શલની જગ્યાએ 'રાજા' જ બનાવી દેવા જોઈતા હતા: ઇમરાન
May 23, 2025 10:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech