અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડીપ્રેશનમાં ફરેવાઈ તેવી શક્યતા છે. આથી ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે, રાજ્યમાં આજે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર સહિત 14 જિલ્લામાં મેઘ ગર્જના સાથે ભારે વરસાદનું ઓરન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે મિનિ વાવાઝોડું પણ ફૂંકાવાની શક્યતા છે.
આજે આ 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજે ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
મળતી માહિતી પ્રમાણે હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ આગામી 5 દિવસ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. ગઈકાલે સાંજના સમયે રાજકોટ અને અમરેલી જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેર અને ગોંડલ પંથકમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે અનેક વૃક્ષો, હોર્ડિગ્ઝ ધરાશાયી થયા હતા. પવનની ગતિ એટલી તેજ હતી કે, ઈમારતોની બારીના કાચ તૂટી ગયા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં ગુજરાતના 55 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજ્યના 51 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટ તાલુકામાં સૌથી વધુ 2.60 ઇંચ, અમરેલીના વડીયામાં 1.89 ઇંચ, સુરતના માંગરોળમાં 1.38 ઇંચ, આણંદના તારાપુર 1.02 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 1 ઇંચ વરસાદ અને પંચમહાલના મોરવા હડફ, હાંસોટ, વાગરા, ગોંડલ, ઝઘડીયા, રાણાવાવ અને ભેસાણમાં પોણા ઇંચ વરસાદ નોંધાયો છે.
અપર એર સાયલક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસા આગમન પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના મુખ્યમંત્રીએ ઍલર્ટવાળા જિલ્લાના વહીવટીતંત્રને સતર્કતા રાખવાને લઈને સૂચના આપી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
સમગ્ર દેશમાં કમોસમી વરસાદનું જોર દિવસો પછી પણ યથાવત્ રહ્યું છે. અરબી સમુદ્રમાં ઉપરોક્ત વાવાઝોડાની શક્યતા દર્શાવતી સિસ્ટમ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જારી છે. પંજાબ, ઉત્તરપ્રદેશ, બંગાળની ખાડી ઉપરાંત દક્ષિણ ગુજરાત કાંઠા નજીક ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 28 મે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં 12થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે, ત્યારે આજે શુક્રવારે એટલે કે 23 મેથી 25 મે દરમિયાન રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરુચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
26 મેની આગાહી
આગામી 26 મેના રોજ રાજ્યના 15 જિલ્લામાં વરસાદની આગાહી છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરુચ, સુરત, તાપી, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં 50-70 કિ.મી.ની ઝડપે પવન ફૂકાવવાની સાથે મેઘગર્જના થશે.
27-28 મેની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, 27 મેના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 28 મેના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, તાપી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કંટ્રોલરૂમ શરુ કરવા મુખ્યમંત્રીની સૂચના
ભારે વરસાદની આગાહીને લઈને મુખ્યમંત્રીએ કંટ્રોલરૂમ શરુ કરવાની સૂચના આપી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાના વહીવટી તંત્રોને સતર્ક-સજાગ રહેવા આદેશ આપ્યા છે. યલો ઍલર્ટવાળા જિલ્લામાં 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા CM ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે.
માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
હવામાન વિભાગ તરફથી માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. જે માછીમારો દરિયામાં ગયા છે તેઓને પણ પરત ફરી જવા સૂચના આપવામાં આવી છે.
25 મેના રોજ હળવાથી મધ્યમ વાવાઝોડા સાથે વીજળી સાથે 45-55 કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી જેવા છૂટાછવાયા સ્થળોએ જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
26 મેના રોજ વીજળી અને 50-60 કિમી પ્રતિ કલાકથી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમ વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી જેવા છૂટાછવાયા સ્થળોએ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ગુરુવારે કેટલાક જિલ્લામાં તોફાની પવન અને વરસાદ જોવા મળ્યો
ગુરુવારે સાંજના સમયે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ તાલુકા, ગોંડલ અને અમરેલીના વડીયામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ગોંડલમાં અને રાજકોટ શહેરમાં ભારે પવનના કારણે અનેક વૃક્ષો અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયા હતા. પવનની ગતિ એટલી તેજ હતી કે, બારીઓના કાચ તૂટી ગયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech