રાજકોટમાં મર્ડર, ચોરી, લૂંટ, ચીલઝડપ સહિતના ગુનાના 38 આરોપીઓના 38 ગેરકાયદે બાંધકામ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. 38 આરોપીઓની 60થી વધારે જમીન ખુલ્લી કરાઈ છે. બુટલેગરોના આશ્રયસ્થાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. નવા 150 ફુટ રિંગરોડ, રૈયાધાર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. 6.5 કરોડ કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ છે.
મોટાભાગના ગુનેગારો પ્રોહિબિશનના ગુનામાં
આ મેગા ડિમોલિશનમાં DCP, ACP સહિતનો પોલીસ કાફલો તૈનાત કરાયો હતો. મોટાભાગના ગુનેગારો પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. મર્ડર, શરીર સબંધી ગુનાઓ સહિત હિસ્ટ્રીશીટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
જે વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું છે તે રૈયાધાર પરશુરામ ટેકરી નજીક કરાયું છે. અહીં રાજકોટ સ્માર્ટ સિટી પણ આકાર લઇ રહ્યું છે અને સ્માર્ટ વિસ્તારમાં ગુનેગારોએ કરેલા દબાણને દૂર કરવા માટે પોલીસ અને મનપા તંત્ર દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે પણ ડીસીપી ઝોન 2 વિસ્તારમાં આવેલ આરોપી અજય માનસિંગ પરસોંડાના ઘર પર પણ બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, જે પોપટપરા શેરી નંબર 14માં આવેલ મકાન હતું. આરોપી વિરુદ્ધ અપહરણ, મારામારી, ચીલઝડપ, રાયોટિંગ, વાહનચોરી સહિતના ગુના નોંધાઈ ચુક્યા છે.
ભવિષ્યમાં પણ આરોપીઓ સામે આવી જ કાર્યવાહી કરાશેઃ DCP
આ મામસે રાજકોટ ઝોન 2ના DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, DG સાહેબની સૂચના હતી કે રાજકોટ શહેરમાં જે વારંવાર ગુના કરવાની ટેવ વાળા અસામાજીક તત્વો છે તેમની યાદી તૈયાર કરવામાં આવે. સાથે તેમના ગેરકાયદે વીજ કનેક્શન કાપવામાં આવે અને ગેરકાયદે બાંધકામ દુર કરવામાં આવે. આ સૂચનાના ભાગરૂપે આજે યુનિવર્સિટીમાં પોલીસ સ્ટેશનમાં 38 જેટલા ગુનેગાર છે તેના 55 કરતા વધુ ગેરકાયદે બાંધકામ દુર કરવાની કામગીરી કરવામાં આવી છે. આ આરોપીઓ વિરુદ્ધમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ઘાડ, લૂંટ, મારામારી અને પ્રોહિબિશન સહિતના ગુના નોંધાયેલા છે. અમુક આરોપીઓ સામે 10થી વધુ ગુના દાખલ થયેલા છે અને પાસાની કાર્યવાહી પણ થયેલી છે. જે અસામાજીક તત્વો છે તેમની કમરતોડી પાડવા માટે હાલ કાર્યવાહી ચાલી રહી છે. ભવિષ્યમાં કોઈ વારંવાર ગુના કરશે તો તેમના વિરુદ્ધ પણ આવી જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસુનીલ શેટ્ટીએ બોર્ડરમાં કામ કરવાની ચોખ્ખી ના પડી દીધી હતી
May 19, 2025 12:12 PMશાંત રહેવાથી પણ બદલાઈ શકે છે જીવન, પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મળે છે 5 ફાયદા
May 19, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech