આજકાલ, ઘોંઘાટ વચ્ચે ચૂપ રહેવાના ઘણા ફાયદા છે. શાંત રહેવાથી ઓફિસમાં ગેરસમજ ટાળી શકાય છે અને તે મનને પણ શાંત રાખે છે. ફરિયાદ કરવા કરતાં સ્પષ્ટતા કરતા પ્રશ્નો પૂછવા વધુ સારા છે. શાંતિથી કામ કરવાથી પ્રામાણિકતા દેખાય છે અને દલીલો ટળી જાય છે.
કહેવાય છે કે બોલવા કરતાં ચૂપ રહેવું ઘણું સારું છે. જે તમને ઉર્જાવાન પણ રાખે છે. કોર્પોરેટ ક્ષેત્રમાં, સતત ઝઘડા થતા રહે છે. આ બધા વચ્ચે શાંત રહેવાનો પોતાનો એક ખાસ ગુણ છે. ક્યારેક શાંત રહીને વસ્તુઓને સમજવી આપણા માટે મહત્વપૂર્ણ છે.
જે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે અને કામમાં કંઈક સર્જનાત્મક પણ કરી શકો છો. દરેક જગ્યાએ બોલવાથી કે જવાબ આપવાથી તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. ત્યારે એ પણ જાણવું જોઈએ કે છુ રહેવાથી અંગત અને વ્યાવસાયિક જીવન પર શું અસર પડી શકે છે?
જવાબ ના આપો
જો કાર્યસ્થળ પર કોઈ દોષી ઠેરવી રહ્યું છે અથવા વારંવાર નિશાન બનાવી રહ્યું છે, તો પોતાનો બચાવ કરવાને બદલે શાંત રહો. જરૂર પડે તો જ તેમની સાથે સંપર્કમાં રહો. જોકે, તેમનાથી સાવધ રહેવાની જરૂર છે. જો તેમને જવાબ આપવાનો પ્રયાસ કરશો, તો તમારું મન પણ વિચલિત થઈ જશે અને તેમને કંઈપણ સમજાવી શકશો નહીં. આવી સ્થિતિમાં શાંત રહેવું વધુ સારું છે.
ફરિયાદ ના કરો
ઘરે હોય કે ઓફિસે, ક્યારેય ફરિયાદ ન કરો. ફરિયાદ કરવાથી તમારી ખામીઓ દેખાય છે. આવી સ્થિતિમાં, જો કોઈ બાબતમાં મૂંઝવણમાં હોવ તો સીધા અને સ્પષ્ટ પ્રશ્નો પૂછો. જો જવાબ હા હોય તો ઠીક છે અને જો જવાબ ના હોય તો પ્રયાસ કરતા રહો. દલીલ કરવાને બદલે શાંત રહો.
શાંતિથી કામ કરો
જો શાંતિથી મહેનત કરો છો તો તે તમારા કામ પ્રત્યે પ્રામાણિકતા દર્શાવે છે. જો કોઈ દલીલમાં ઉતરો છો, તો ગુસ્સામાં ઘણી બધી બાબતો બહાર આવી શકે છે જે તમારા માટે નકારાત્મક હોય શકે છે. આવી સ્થિતિમાં, ઓફિસમાં કામ સમયસર પૂર્ણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેખાડો કરવાનું ટાળો. વિચારો શેર કરો પણ શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી વાતો ટાળો.
વાત કરો પણ મર્યાદામાં
જ્યારે ઓફિસમાં શાંતિથી કામ કરો છો અને ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો છો, ત્યારે તે કોમ્યુનિકેશન સ્કીલમાં સુધારો કરે છે. જ્યારે શાંત હોવ છો, ત્યારે વધુ વિચારી શકો છો. આનાથી કારકિર્દીમાં પણ પ્રગતિ કરી શકો છો. ઓફિસમાં વાતચીત કરવામાં કંઈ ખોટું નથી, જો તે મર્યાદિત રાખવામાં આવે તો.
ભાવનાત્મક અને માનસિક રીતે મજબૂત બનો છો
જ્યારે શાંત રહો છો, ત્યારે લાગણીઓને કાબૂમાં રાખવાનું શીખો છો. મગજ પણ વધુ સારી રીતે કાર્ય કરી શકે છે અને માનસિક રીતે મજબૂત બનો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર ડો. ચેતનાબેન તિવારીને ફાળે
May 19, 2025 03:03 PMએક ડઝન ઇમારતના વીજકનેકશન કાપવાની કામગીરી શ
May 19, 2025 03:02 PM2024-25માં ભારતે 24.14 બિલિયન ડોલરના સ્માર્ટફોનની નિકાસ કરી
May 19, 2025 02:54 PMબાકી લેણું માગનારને માર મારી હડધુત કરવાના કેસમાં ખેડૂત નિર્દોષ
May 19, 2025 02:53 PMચીન પાકિસ્તાન માટે સ્વાત નદી પરના મોહમંદ બંધનું કામ ઝડપથી પૂર્ણ કરશે
May 19, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech