પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી કોર્ટમાં રજુ કરાયા
જામનગરની વિજ કચેરીમાં હંગામો મચાવવાના ચકચારી પ્રકરણમાં નગરસેવીકા સામે પોલીસ ફરીયાદ નોંધાતા આ અંગે તપાસ કરીને નગરસેવીકાની અટકાયત કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે.
જામનગરના લાલબંગલા ખાતે આવેલ પીજીવીસીએલ કચેરીમાં સોલારના વધુ બીલ આવતુ હોવાના મામલે મહિલા કોર્પોરેટર દ્વારા કચેરીમાં દંડા સાથે દોડી જઇને હાજર અધિકારી અને સ્ટાફ સાથે ગેરવર્તન કરીને હંગામો મચાવી દેતા આખી ઘટના સોશ્યલ મિડીયામાં વાયરલ થઇ હતી જેના પ્રત્યાઘાત પડયા હતા અને સાંજના પીજીવીસીએલના અધિકારી સહિતનો કાફલો ફરીયાદ કરવા માટે પોલીસ સ્ટેશને દોડી ગયો હતો.
જામનગર પીજીવીસીએલના નાયબ ઇજનરે અજયભાઇ પરમારે સીટી-બી ડીવીઝનમાં કોર્પોરેટર રચનાબેન નંદાણીયા વિરુઘ્ધ ફરજમાં કાવટ, મોબાઇલ ઝુંટવી લેવો, એટ્રોસીટી અને ધમકી આપવા સબબની કલમો મુજબ ફરીયાદ નોંધાવી હતી જે ફરીયાદના આધારે એસસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને મહિલા કોર્પોરેટરની અટકાયત કરીને જરી કાર્યવાહી બાદ કોર્ટમાં રજુ કરાતા કોર્ટ દ્વારા જેલ હવાલે કરવા કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ બનાવે શહેરમાં ભારે ચચર્િ જગાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારે પવન, વરસાદથી 20 ફીડરમાં ફોલ્ટ સર્જાતા અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ
May 23, 2025 03:16 PMકાયદાના અમલદારો જજ કે જલ્લાદ ન બને: ફેક એન્કાઉન્ટર પર હાઇકોર્ટે લગાવી ફટકાર
May 23, 2025 03:04 PMભારતથી કોઈ બોમ્બ કે લોકો આવતા નથી, હુમલાખોરો આપણા જ છે: પાકિસ્તાની સાંસદ
May 23, 2025 02:58 PMભારતીય સાંસદોની ફ્લાઈટ લેન્ડ થયા પહેલા મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો
May 23, 2025 02:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech