એસ.એસ.સી તથા એચ.એસ.સીની પરીક્ષા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ

  • February 26, 2026 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ ખંભાળિયાની એસ.એન.ડી.ટી હાઈસ્કૂલ ખાતે વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી 


 ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની આજરોજથી  ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે ખંભાળિયાની એસ.એન.ડી.ટી હાઈસ્કૂલ ખાતે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, જિલ્લા શિક્ષણાધિકારી હર્ષવર્ધન જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ સહિતનાં અધિકારીઓએ સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી. 

​​​​​​​

 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓ ભયમુક્ત થઈ પરીક્ષા આપે તેવી શુભકામના પાઠવું છું. ઉપરાંત વિધાર્થીઓને કઈ અગવડતા ન રહે તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. તેમજ પરીક્ષા દરમ્યાન સતત વીજપુરવઠો જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.  દરેક સેન્ટર પર સીસીટીવી કેમેરા,  પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી/સ્ટ્રોંગરૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી/કર્મચારીને પરીક્ષાર્થીઓ માટે જરૂર પડે પ્રાથમિક આરોગ્ય કીટ  વ્યવસ્થા સહિતની આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application