પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન, વચન અને કર્મથી તત્પર રહેવા સૌ સંકલ્પબદ્ધ થયાં
જામનગર તા.07 ઓક્ટોબર, રાષ્ટ્ર નિર્માણની ભાવનાને દૃઢ કરવા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કેતન ઠક્કર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક રીતે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી.
આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં કલેક્ટર ઉપરાંત ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર બી. એન. ખેર સહિત સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સૌએ સંકલ્પ કર્યો કે તેઓ સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરશે અને દેશના તમામ સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરીને દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહેશે.
પ્રતિજ્ઞામાં ભારતના સમૃદ્ધ વારસાનું ગૌરવ અને જતન કરવા તેમજ દેશના બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી. જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહીને, બંધુતાની ભાવના સાથે દેશને પ્રાધાન્ય આપી, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાકાર કરવા માટે સૌ સદાય પ્રતિબદ્ધ રહેશે. વધુમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મન, વચન અને કર્મથી તત્પર રહેવાનો સંકલ્પ લેવાયો હતો.
“હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”ના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટે સૌએ કટિબદ્ધતા દર્શાવી હતી. અંતે, ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને જીવનમંત્ર બનાવીને દેશના વિકાસ અને કલ્યાણ માટે તન, મન અને ધનથી અવિરત પ્રયાસરત રહેવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMશું અમદાવાદમાં ભારતને ફાયદો કરનાર પીચ તૈયાર કરવામાં આવી રહી છે? ફાઇનલ પહેલા એક ચોંકાવનારો ખુલાસો
March 07, 2026 04:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
