સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરાએ વિવિધ જનહિત પ્રશ્નો ટોચ અગ્રતા આપી તાકીદે પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ લોકોપયોગી યોજનાઓ અસરકારક અમલીકરણ અને છેવાડાના માનવી સુધી કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા માટે તત્પરતા દાખવી યોગ્ય લાભાર્થીને લાભ આપવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.
ઉપરાંત, બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ વીજ પુરવઠો, માર્ગ મરામત, આરોગ્ય, સિંચાઈ, સ્વચ્છતા સહિતના વિભાગોના વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ જિલ્લાના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓને પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને તાકીદે ઉકેલ લાવવા જણાવ્યું હતું. તેમજ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી ત્વરિત કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચનો આપ્યા હતાં.
સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationશું અમેરિકા અને ઇઝરાયલે ઓપરેશન સિંદૂરમાંથી શીખ્યા... ઇરાન પર ડોરમેન સ્ટ્રાઇક કરી રહ્યા છે
March 07, 2026 04:02 PMગુરુ રાજા હશે, મંગળ મંત્રી હશે... આ રાશિઓ માટે હિન્દુ નવું વર્ષ ખૂબ જ શુભ રહેશે
March 07, 2026 03:54 PMપત્રકાર હત્યા કેસમાં રામ રહીમને પંજાબ-હરિયાણા હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યો
March 07, 2026 03:47 PMમહિલાઓનું સન્માન કરવું એ છેલ્લા છ વર્ષથી અમારી પરંપરા: આજકાલના ચીફ ઈન એડિટર ચંદ્રેશભાઈ જેઠાણી
March 07, 2026 03:25 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
