જામનગર તા.07 ઓક્ટોબર, વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપેજામજોધપુર શહેર અને તાલુકાના નાગરિકોની સુવિધામાં વધારો કરવાના હેતુસર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિર્મિત જામજોધપુર એસ.ટી ડેપોના આધુનિક વર્કશોપની લોકાર્પણ વિધિ જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.અંદાજે રૂ.૪૩૧.૦૩ લાખના ખર્ચે તૈયાર થયેલ આ અત્યાધુનિક ડેપો વર્કશોપ પ્રવાસીઓને વધુ સુરક્ષિત અને સમયસર પરિવહન સેવા પૂરી પાડવામાં મદદરૂપ થશે.
આ નવીન એસ.ટી.ડેપો વર્કશોપનું તકતી અનાવરણ સાથે લોકાર્પણ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસરના વરદ હસ્તે મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. આ પ્રસંગે જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, જામનગર જિલ્લા પંચાયત સદસ્ય લાલજીભાઈ સુતરીયા, જામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન રાઠોડ અને ઉપપ્રમુખ દેવાભાઈ પરમાર, તેમજ વરિષ્ઠ આગેવાન ગીરીશકુમાર ગરસર સહિત શહેર અને તાલુકાના અગ્રણી નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ અદ્યતન વર્કશોપના નિર્માણ અને લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જામનગર વિભાગ દ્વારા સરાહનીય જહેમત ઉઠાવવામાં આવી હતી.
સમગ્ર આયોજન જામનગર ST વિભાગના નિયામક બી. સી. જાડેજાના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ જામજોધપુર ST ડેપોના મેનેજર રાજેશ ઠુંમર, હિસાબી અધિકારી ભરતભાઈ ભીમાણી, બાંધકામ સુપરવાઇઝર શક્તિસિંહ વાઢેર, તથા યુનિયન આગેવાનો અને અધિકારી-કર્મચારી ગણે ઉત્સાહપૂર્વક સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMશું અમદાવાદમાં ભારતને ફાયદો કરનાર પીચ તૈયાર કરવામાં આવી રહી છે? ફાઇનલ પહેલા એક ચોંકાવનારો ખુલાસો
March 07, 2026 04:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
