ગોંડલમાં એકિટવામાં ૨૦૦ બોટલ દારૂના જથ્થા સાથે છાત્ર ઝડપાયો
ગોંડલમાં એકિટવામાં ૨૦૦ બોટલ દારૂના જથ્થા સાથે છાત્ર ઝડપાયો
June 08, 2026 02:21 PM
ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ઉમવાડા રોડ પર એકટીવામાંથી ૨૭ બોટલ દાનો જથ્થો ઝડપી લીધો હતો. દાના આ જથ્થા સાથે ગોંડલના યોગીનગરમાં રહેતા વિધાર્થીને પકડી પાડો હતો. જેની પૂછતાછ કરતા દાનો આ જથ્થો તેને સ્ટેશન પ્લોટમાં રહેતા રાહત્પલ પંડાએ આપ્યો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે રાહત્પલને પણ ઝડપી લીધો હતો. દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર અને મદદનીશ પોલીસ અધિક્ષક નવીન ચક્રવતી રેપુડીની સુચના હેઠળ જિલ્લામાં દા જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ પ્રયત્નશીલ છે. દરમિયાન ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જી.એસ. ગઢવીની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી તેવામાં કોન્સ્ટેબલ ઓમદેવસિંહ જાડેજા, સુરપાલસિંહ જાડેજા અને જીતેન્દ્રસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે ઉમવાડા રોડ પર એકટીવા નંબર જીજે ૩ એમકયુ ૦૦૧૭ માં શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા શખસને પોલીસે અટકાવ્યો હતો. પોલીસે આ શખસની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ કૃષ્ણરાજ જયરાજભાઇ હાડા (ઉ.વ.૨૬ રહે. ગોંડલ, યોગીનગર શેરી નંબર ૫) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસ પાસે રહેલા એકટીવામાં તપાસ કરતા અંદરથી પિયા ૩૦,૪૦૦ ની કિંમતનો ૨૦૦ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ શખસની અટક કરી હતી. દાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી કૃષ્ણરાજ હાડાની પૂછતાછ કરતા તે અભ્યાસ કરતો હોવાનું જણાવ્યું હતું. દાનો આ જથ્થો તે ગોંડલમાં સ્ટેશન પ્લોટ મેલન રોડ પર રહેતા રાહત્પલ હરેશભાઈ પંડા (ઉ.વ.૩૯) પાસેથી લાવ્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે તેને પણ ઝડપી લઈ બંને સામે ગુનો નોંધી ૨૦૦ બોટલ દાનો જથ્થો એકટીવા સહિત પિયા ૬૦,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો