ખંભાળિયામાં અનેરા ઉમંગ સાથે દિવાળીની કરાઈ ભવ્ય ઉજવણી

  • October 21, 2025 11:21 AM 


પર્વોની મહારાણી દિવાળીની ખંભાળિયાવાસીઓએ અનેરા ઉમંગ-ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. દીપોત્સવી પર્વ નિમિત્તે ગઈકાલે સવારથી જ શહેરમાં ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને વેપારીઓએ સારા ચોઘડીએ પોતપોતાની દુકાનો, ઓફિસોમાં ચોપડા પૂજન - શારદા પૂજન કર્યું હતું. આ સાથે ગૃહિણી-યુવતીઓએ પોતપોતાના ઘરના આંગણે વિવિધ રંગો વડે આકર્ષક રંગોળી કરી અને પોતાના આંગણાંઓને દીવડાઓથી દીપાવ્યા હતા. લોકોએ પોતાના ઘરો, ધંધાકીય એકમોને આકર્ષક રોશનીથી શણગાર્યા હતા.

​​​​​​​


સોમવારે દિવાળીના રોજ સવારથી મોડી સાંજ સુધી ફટાકડાની દુકાનોમાં સારી એવી ઘરાકી જોવા મળી હતી અને અનેક દુકાનદારોના ફટાકડાનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. અને મોડીરાત્રી સુધી નગરજનોએ વિવિધ પ્રકારના ફટાકડાઓ ફોડી, આતશબાજી કરીને દીપોત્સવી પર્વને મન ભરીને માણ્યો હતો, ધોકા ના અંતરાય વચ્ચે આવતીકાલે બુધવારે નૂતન વર્ષને વધાવવા માટે પણ નગરજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application