કેરળમાં 'શિગેલા' બેક્ટેરિયાનો પ્રકોપ: 126 લોકો સંક્રમિત અને 4 વર્ષના માસૂમ બાળકનું મોત

  • June 08, 2026 06:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ ચેપી રોગોનો સામનો કરી રહેલા કેરળ રાજ્યમાં વધુ એક જીવલેણ બીમારીએ માથું ઊંચક્યું છે. મગજ ખાતા અમીબા અને હેપેટાઈટીસ-એ બાદ હવે કેરળમાં અત્યંત ચેપી 'શિગેલા' બેક્ટેરિયલ ઇન્ફેક્શનનો ગંભીર પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે. મુરલીધરનના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં શિગેલા સંક્રમણના 126 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે. આ ભયાનક રોગચાળાના કારણે કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોઝિકોડના થલાકુલથુરના રહેવાસી એક 4 વર્ષના માસૂમ બાળક 'નીલા' નું મોત નીપજતાં સમગ્ર


વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
અત્યંત ચેપી છે આ શિગેલા બેક્ટેરિયા અને તેના લક્ષણોઆ રોગ સીધો જ માનવ પાચનતંત્ર પર હુમલો કરે છે અને ખૂબ જ ઝડપથી ફેલાય છે.
મોટો લક્ષ્યાંક મોટી આંતરડી:- શિગેલા એ એક એવો બેક્ટેરિયા છે જે માનવ શરીરની મોટી આંતરડી પર સીધો હુમલો કરે છે અને ત્યાં ગંભીર સોજો કે


ઈન્ફેક્શન પેદા કરે છે.પ્રાથમિક લક્ષણો: આ સંક્રમણ થતાં જ દર્દીને અતિશય પેટમાં મરોડ આવવા, તીવ્ર તાવ આવવો, ઉબકા-ઊલટી થવા અને ભારે નબળાઈ આવવી જેવા લક્ષણો દેખાય છે.


લોહીવાળા ઝાડા:- આ બીમારીનું સૌથી ખતરનાક લક્ષણ એ છે કે દર્દીને સતત ડાયેરિયા થાય છે અને ગંભીર સ્થિતિમાં ઝાડા સાથે લોહી પણ નીકળવા લાગે છે.બાળકો અને વૃદ્ધોને વધુ જોખમ: જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, ખાસ કરીને નાના બાળકો અને વયસ્કો, તેમને આ ઇન્ફેક્શન ખૂબ જ ઝડપથી ગંભીર સ્થિતિમાં ધકેલી દે છે. જો શરીરમાં પાણી ઓછું થઈ જાય તો આ રોગ જીવલેણ સાબિત થાય છે.
સંક્રમણ ફેલાવાના મુખ્ય કારણો અને બચવાના ઉપાયોઆ બેક્ટેરિયા બહુ ઓછા પ્રમાણમાં પણ જો શરીરમાં પ્રવેશે તો માણસને બીમાર કરવા માટે પૂરતા છે, તેથી તેના ફેલાવા પાછળ આ મુજબની બાબતો જવાબદાર છે


દૂષિત પાણી અને ખોરાક:- આ બીમારી મુખ્યત્વે દૂષિત પાણી પીવાથી અથવા વાસી અને સંક્રમિત ખોરાક ખાવાથી ફેલાય છે. કેરળના વાયનાડ જિલ્લાના સુલ્તાન બથેરી વિસ્તારમાં પણ 164 જેટલા વિદ્યાર્થીઓમાં ઉલ્ટી-ઝાડાના લક્ષણો જોવા મળ્યા છે, જેની તપાસ ચાલી રહી છે.


સ્વચ્છતાનો અભાવ:- સંક્રમિત વ્યક્તિના મળના સંપર્કમાં આવવાથી, ગંદા હાથોથી અથવા અસ્વચ્છ શૌચાલયનો ઉપયોગ કરવાથી આ બેક્ટેરિયા સરળતાથી બીજાના શરીરમાં ટ્રાન્સફર થાય છે.


ઉકાળેલું પાણી પીવું:- સ્વાસ્થ્ય વિભાગે લોકોને સખત સલાહ આપી છે કે આ દિવસોમાં માત્ર ઉકાળેલું અને ઠંડુ કરેલું શુદ્ધ પાણી જ પીવું.

હાથ ધોવાની આદત:-શૌચાલયનો ઉપયોગ કર્યા પછી અને ભોજન કરતાં પહેલાં સાબુ અને પાણીથી સારી રીતે હાથ ધોવા એ આ ચેપથી બચવાનો સૌથી રામબાણ ઈલાજ છે. આ ઉપરાંત ખુલ્લામાં વેચાતા ખાદ્યપદાર્થો ખાવાનું સખતપણે ટાળવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News