ભાદરા નજીક ટેન્કરની ટકકરમાં ચાલકનું મૃત્યુ

  • May 23, 2025 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડીવાઇડર પરના છોડને પાણી પીવડાવતા ટેન્કર સાથે ડીઝલ ટેન્કર અથડાયું

જોડીયા પંથકમાં પાણી ભરેલા ટેન્કર મારફતે રોડ ડીવાઇડરમાં ફુલ છોડને પાણી આપવામાં આવી રહ્યું  હતું, ત્યારે પૂર ઝડપે આવેલા ડીઝલ ટેન્કર ઉપરોક્ત પાણીના ટેન્કર સાથે ટકરાયું હતું જે અકસ્માત માં ડીઝલ ટેન્કર ના ચાલકનું ગંભીર ઇજા થવા થી કરુણ મૃત્યુ થયું હતું.

જોડિયા તાલુકાના ભાદરા - તારાણા માર્ગે  કેશીયા નજીક તા. ૨૧ના બપોરે પાણી ભરેલા ટેન્કરમાંથી રોડ ડીવાઇડર માં વાવેતર કરેલા ફૂલ છેડ ને પાણી પાવામાં આવી રહ્યું હતું . આ ટેન્કરના ચાલક રામપ્રતાપસિંહ યાદવ પોતાનુ ટેન્કર ધીમે ધીમે ચલાવી રહ્યા હતા. ત્યારે જી જે-૧૨-એઝેડ-૭૨૧૮ નંબરનું ડીઝલ ભરેલું ટેન્કર પૂર ઝડપે આવીને પાણીના ટેન્કરની સાથે અથડાયું હતું. જેમાં ડીઝલ ટેન્કર ચાલકનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક યુવાન ક્રિપાલસિંહ દિગુભા જાડેજાને પણ ઇજા પહોંચતી હતી. 

આ બનાવ અંગે રામપ્રતાપસિંઘ શિવમુરતસિંઘએ પોલીસમાં ટેન્કર નં. જીજે૧૨એઝેડ-૭૨૧૮ના ચાલક કચ્છ ભુજના ભીરંડીયારાના મીસરીભાઈ બુધાભાઈ રાયશી (ઉ.વ.૫૫)ની વિરુઘ્ધ ફરિયાદ નોંધાવતા પો.ઇન્સ. આર એસ. રાજપૂતએ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application