સિહોરના નેસડા રોડ પર બનેલા રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી નાળામાં પાણી ભરાઇ રહેતું હોઇ વાહનચાલકો તેમજ લોકોને આવવા-જવામાં ભારે પરેશાની વેઠવી પડી રહી હતી.
વરસાદી પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા ન હોઇ પ્રજાને આવવા- જવા માટે પરેશાની વેઠવી પડે છે. કમોસમી વરસાદથી આ તકલીફ છે તો ચોમાસાની ઋતુમાં શું હાલત થશે તે સવાલ વાહનચાલકોને મૂંઝવી રહ્યો છે. સિહોરના ઘાંઘળી રોડ ખાતે રેલવે બ્રિજનું કામ શરૂ હોવાથી હાલ નેસડા રોડ ખાતે નવા બનેલા અંડરબ્રિજથી શહેર તરફ જવા માટે ડાઈવર્ઝન અપાયું છે.
સાંજ પડે હજારો વાહનો અને અસંખ્ય લોકો આ અંડરબ્રિજનો ઉપયોગ કરે છે. જોકે રેલ્વે વિભાગ દ્વારા બનાવાયેલી અંડર પાસમાં પાણીનો યોગ્ય નિકાલ નહિ હોવાના અભાવે અન્ડર પાસમાં વરસાદી પાણી ભરાયા છે. કમોસમી વરસાદ થતાં આ અન્ડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી.લોકોની અવર જવરમાં તકલીફ ઊભી થતા થઈ છે. તંત્ર દ્વારા અન્ડર પાસમાં ભરાતા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપાકિસ્તાની પાયલોટ ભારતીય કસ્ટડીમાં, પહેલી તસવીર સામે આવી
May 09, 2025 12:54 AMભારતીય નૌકાદળે કરાચી બંદરનો નાશ કર્યો, 1971 પછી પાકિસ્તાન પર પહેલો દરિયાઈ હુમલો
May 09, 2025 12:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech