બોલીને નહીં કરીને બતાવે એ ભારતીય સેના, ઘરમાં ઘૂસીને પાકિસ્તાનને માર્યું, લાહોર, કરાચી, ઈસ્લામાબાદ, સિયાલકોટમાં ધણધણાટી

  • May 09, 2025 12:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે રાત્રે સતત બીજા દિવસે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા. ભારતે તેની S-400 ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને ડ્રોન અને મિસાઇલો તોડી પાડીને બદલો લીધો. માહિતી અનુસાર, ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પઠાણકોટમાં પાકિસ્તાનના ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. જોકે, સરકાર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. જમ્મુ અને પઠાણકોટ પર આત્મઘાતી ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો. પાકિસ્તાની ડ્રોન દ્વારા જમ્મુ એરપોર્ટ અને પઠાણકોટ એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ બનાવ્યા હતા.


પાકિસ્તાનના પેશાવરમાં પણ વિસ્ફોટ થયો છે

પાકિસ્તાનના પેશાવર શહેરમાં એક શક્તિશાળી વિસ્ફોટના સમાચાર છે. વિસ્ફોટના સ્થળ અને તેના કારણો વિશે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે ઘણી અરાજકતા જોવા મળી છે.​​​​​​​


આ વિસ્તારોમાં સંપૂર્ણ બ્લેકઆઉટ

  1. જમ્મુ અને કાશ્મીર: જમ્મુ, ઉધમપુર, કિશ્તવાડ, અખનૂર, સાંબા, શ્રીનગર અને અનંતનાગ
  2. રાજસ્થાન: બાડમેર, બિકાનેર અને શ્રીગંગાનગર
  3. પંજાબ: ચંડીગઢ, મોહાલી, જલંધર, અમૃતસર, હોશિયારપુર, ગુરદાસપુર, પઠાણકોટ અને તરનતારન
  4. ગુજરાત: ભુજ, કચ્છ અને પાટણ 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application