ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સંઘર્ષ પર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી વાન્સનું ચોકાવનારું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા આ તણાવમાં સામેલ થવાનું નથી.અમારે આ સાથે કોઈ લેવા દેવા નથી.યુએસ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું,આપણે જે કરી શકીએ છીએ તે એ છે કે આ લોકોને થોડા શાંત થવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરીએ, પરંતુ આપણે યુદ્ધની વચ્ચે સામેલ થવાના નથી. મૂળભૂત રીતે અમારો તેમાં કોઈ વાંધો નથી અને તેનો અમેરિકાની તેને નિયંત્રિત કરવાની ક્ષમતા સાથે કોઈ લેવાદેવા નથી.આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન સતત ભારતીય શહેરો પર ડ્રોન હુમલા કરી રહ્યું છે અને ભારત તેનો કડક જવાબ આપી રહ્યું છે.
અમે બન્નેમાંથી કોઈને શસ્ત્રો હેઠા મુકવાનું ન કહી શકીએ
જે.ડી વાન્સએ વધુમાં ઉમેર્યું કે "અમેરિકા ભારતીયોને તેમના શસ્ત્રો મૂકવાનું કહી શકતા નથી. અમે પાકિસ્તાનીઓને તેમના શસ્ત્રો મૂકવાનું કહી શકતા નથી, તેથી અમે રાજદ્વારી માધ્યમો દ્વારા આ મુદ્દાને આગળ ધપાવતા રહીશું. અમારી આશા અને અપેક્ષા એ છે કે આ એક વ્યાપક પ્રાદેશિક યુદ્ધ અથવા, ભગવાન ન કરે, પરમાણુ સંઘર્ષમાં ફેરવાય નહીં. અમે આ બાબતો વિશે ચિંતિત છીએ. ભારત અને પાકિસ્તાનના ઠંડા મગજના લોકોનું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે આ પરમાણુ યુદ્ધમાં ફેરવાય નહીં અને જો તે થાય છે તો તે વિનાશક હશે, પરંતુ હાલમાં અમને નથી લાગતું કે એવું થશે.
ટેમી બ્રુસે બન્ને દેશોના વિદેશ સચિવોને તનાવ ઓછો કરવા અપીલ કરી
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે, "આજે સવારે, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર સાથે વાત કરી હતી. બંને કોલમાં, સેક્રેટરી ઓફ સ્ટેટે તાત્કાલિક તણાવ ઓછો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને હિંસાનો અંત લાવવા હાકલ કરી હતી. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત માટે યુએસનું સમર્થન વ્યક્ત કર્યું હતું અને વાતચીત દ્વારા તણાવ ઓછો કરવાની અપીલ કરી હતી.
પાકિસ્તાને 15 લશ્કરી ઠેકાણા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો
ગઈકાલે રાત્રે પાકિસ્તાને ભારતના 15 લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ તમામ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા. પાકિસ્તાનના આ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા બાદ, સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ભારત તેની સાર્વભૌમત્વ અને નાગરિકોની સુરક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને નિયંત્રણ રેખા પર ગોળીબાર કરી રહ્યું છે, જેનો ભારતીય સેના યોગ્ય જવાબ આપી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMભાવનગર ડાયમન્ડ એસો. ના પ્રમુખ સામે ગુનો દાખલ થતા હિરાના વેપારીઓએ વિરોધદર્શક બંધ પાળ્યો
May 09, 2025 04:54 PM‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
May 09, 2025 04:35 PMસિહોર નગરપાલિકા ચીફ ઓફિસર સામે ધરણા, ગાંધીગીરી અને ખુલ્લો મોરચો
May 09, 2025 04:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech