જમ્મુ-કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર, પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યો યુદ્ધવિરામ

  • May 10, 2025 09:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાને ફરી પોતાની નાપાક હરકતો શરૂ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ડ્રોન હુમલા અને ગોળીબારના અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાને માત્ર ચાર કલાકમાં જ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતાં સરહદ પર તણાવનું વાતાવરણ યથાવત રાખ્યું છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ફરીથી ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, અને સાથે સાથે ભારે ગોળીબાર પણ કરવામાં આવી રહ્યો છે. ભારતીય સુરક્ષા દળો આ હુમલાઓનો મક્કમતાથી જવાબ આપી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application