રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીનો દ્વારકા પ્રવાસ: જગતમંદિર તથા શારદામઠમાં પૂજન-અર્ચન
તાજેતરમાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશ વિશેનાં વિવાદિત સાહિત્યને પગલે સનાતન હિન્દુ ધર્મનાં લોકો દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયનો ભારે વિરોધ થઇ રહ્યો છે. જે દરમ્યાન આજે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર પરિમલભાઇ નથવાણી દ્વારકાની યાત્રાએ આવ્યા હતાં.
તેમણે રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશનાં દર્શન કરી શારદામઠની મુલાકાત લીધી હતી તથા શંકરાચાર્યજીનાં પાદૂકાનું પૂજન કર્યુ હતું. પરિમલભાઈએ આ વખતે મિડીયા સાથેનાં સંવાદમાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશ વિશેનાં વિવાદિત સાહિત્ય અને નિવેદનોની ટીકા કરવામાં આવી હતી તેમજ ભગવાન શ્રી દ્વારકાધીશ જગતમંદિરમાં હાજરાહજૂર હોવાનું નિવેદન આપી ભગવાન શ્રી દ્વારકાધીશની મહિમા અનંત હોવાનું જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પરિમલભાઈ એ ગઇકાલે જ આ મુદ્દે એક્સ (ટવીટર) પર પોસ્ટ મૂકી સ્વામીનારાયણ મંદિરની ટીકા કરી હતી. જે પછી આજે તેઓની દ્વારકા યાત્રા દરમ્યાન પણ તેમણે આ મુદ્દે વિરોધ પ્રગટ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબેટ દ્વારકામાં એબવીપી દ્વારા યોજાઈ ગ્રામ્ય જીવનની અનુભૂતિ
May 10, 2025 12:36 PMભારતે IMFમાં પાકિસ્તાનની પોલ ખોલી, પરંતુ સભ્ય દેશોને બેલઆઉટ પેકેજ માટે રોકી ન શક્યું
May 10, 2025 12:28 PMધો.૧૦ના પરિણામમાં જૈનમ કલાસીસના તારલાઓ ઝળક્યા
May 10, 2025 12:22 PMજામનગરમાં મોદી સ્કુલના ૩૩૭ વિદ્યાર્થીઓએ મેળવ્યું શ્રેષ્ઠ પરિણામ
May 10, 2025 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech