જામનગર : જી.જી. હોસ્પિટલમાં અજ્ઞાત પુરુષના મૃત્યુ બાદ ઓળખ માટે તજવીજ

  • November 29, 2025 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગરના લાલવાડી વિસ્તારમાં પોલીસને બીનવારસુ હાલતમાં મળી આવેલા અને જી.જી. હોસ્પિટલમાં બેશુદ્ધ અવસ્થામાં દાખલ થયેલા અજાણ્યા યુવાનનું  મૃત્યુ નીપજયું હતું. જે યુવાનની ઓળખ કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, અને હાલ મૃતદેહ જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે. જેના કોઈ વાલી વારસદારોએ પોલીસનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.


જામનગરના સીટી-એ ડીવીઝન પોલિસ સ્ટેશન હેઠળના લાલવાડી વિસ્તારમાંથી તા-૦૧/૧૧/૨૦૨૫ના રોજ એક અજાણ્યો પુરૂષ કે જેનું ટૂંકું નામ નેત્રજાભાઇ નાનાલાલ (ઉ.વ. આશરે ૫૫) બિન વારસુ હાલતમાં મળી આવ્યા હતા, જેને જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું.
​​​​​​​

જેના મૃતદેહ ને હાલ જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે. જેના કોઈ વાલી વારસદારોએ જામનગરના સીટી-એ ડિવિઝનના એ.એસ.આઇ. એચ.આર.બાબરીયા (૭૨૨૮૮૫૫૦૫૨, ૮૮૪૯૯૪૧૩૯૮) નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News