જામનગરના ગાડુકા સીમમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ પકડાયો

  • June 13, 2026 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ગાડુકા સીમમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ પકડાયો 

એન્ટી નાર્કોટિકસ ટાસ્ક ફોર્સનો દરોડો: ૪ કિલો ગાંજો કબજે: નાસીકથી માલ લાવ્યો: સિકકા પોલીસને સોપાતી તપાસ

ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલ્વેઝની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રાજકોટ ઝોન જૂનાગઢ વિંગની ટીમે નશાના દુષણને ડામવાની દિશામાં મહત્વની કામગીરી કરી છે.  જામનગરના ગાડુકા ગામની સીમમાં જુવાનસિંહ જાડેજાને ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

એસપી લોકેશ યાદવની સૂચના અને માર્ગદર્શન હેઠળ એએનટીએફ જૂનાગઢ વિંગના પીઆઈ આર.જી.બારોટની રાહબરીમાં પીએસઆઇ આર.બી.દેવમુરારી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે, ગાડુકા ગામની સીમમાં એક શંકાસ્પદ વ્યક્તિ ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. 

દરોડા દરમિયાન સ્થળ પરથી એક શખસની અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલા વ્યક્તિની તપાસ કરતા તેની પાસેથી કુલ ૪.૦૩૩ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે જુવાનસિંહ દિપસિંહ જાડેજા (ઉ.વ.૫૧),(રહે. ગામ ગાડુકા, તા. જામનગર) ની અટકાયત કરી હતી.

પોલીસે ઘટનાસ્થળેથી રૂ.૨.૦૧ લાખના ગાંજો,  સફેદ કલરનો ડીજીટલ વજન કાંટો, પ્લાસ્ટિકની કોથળીઓ સહિત કુલ રૂ.૨.૦૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલ શખ્સ નાસીકથી ગાંજો લઈ આવી વેંચાણ કરતો હોવાનું પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસે આરોપી જુવાનસિંહ જાડેજા વિરૂદ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ અંગે વધુ તપાસ સિક્કા પોલીસ સ્ટેશનની ટીમ ચલાવશે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application