કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મોટા ઇટાળા ખાતે 'એક પેડ માઁ કે નામ' કાર્યક્રમ યોજાયો;બહોળી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું
સરકારના આ હરિયાળા સંકલ્પમાં લોક ભાગીદારી ખૂબ જ જરૂરી, લોકો જીવનના ભાગ તરીકે વૃક્ષારોપણને અપનાવે - મંત્રી રાઘવજીભાઈ પટેલ
વૃક્ષારોપણ તથા પ્રકૃતિ જતન અંગેની વિશિષ્ટ કામગીરી કરનાર નાગરિકોને મંત્રીશ્રી દ્વારા સન્માનિત કરાયાં
હાઈસ્કૂલ ગ્રાઉન્ડ મોટા ઇટાળા ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં 'એક પેડ માઁ કે નામ' કાર્યક્રમ યોજાયો હતો.જેમાં બહોળી સંખ્યામાં મોટા ઇટાળા, બીજલકા સહિત આસપાસના ગ્રામજનોએ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ વૃક્ષારોપણના નવતર અભિયાનમાં સહભાગી થઈ વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત 'એક પેડ માઁ કે નામ' કાર્યક્રમમાં સહભાગી થઈ વધુમાં વધુ વૃક્ષો વાવવા ઉપસ્થિત સૌને આહવાન કરતા જણાવ્યું હતું કે લાકડું, દવા, ફળ, ઓક્સિજન સહિતની અમૂલ્ય પેદાશો આપતાં વૃક્ષો સંત સમાન છે.વૃક્ષારોપણ માટે સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે ત્યારે સરકારના આ હરિયાળા સંકલ્પમાં લોક ભાગીદારી ભળશે તો જ ધાર્યું પરિણામ મળી શકશે.આથી માત્ર કાર્યક્રમ પૂરતા જ નહીં પરંતુ જીવનના એક ભાગ તરીકે લોકો વૃક્ષો વાવે અને તેનું જતન કરે એ આજ અને આવતીકાલ માટે ખૂબ જરૂરી છે.વધુમાં વૃક્ષોને નુકસાન કરનારા તત્વો સામે આગામી સમયમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ પ્રસંગોચિત વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે વૃક્ષો અતિ મૂલ્યવાન છે.વધુમાં વધુ વૃક્ષારોપણ થાય અને વૃક્ષોનું જતન થાય એ આજના સમયની માંગ છે.તેમ જણાવી જીવનમાં આવતા સારા-નરસા પ્રસંગે સૌને અવશ્ય એક વૃક્ષ વાવવા ધારાસભ્યશ્રીએ આહવાન કર્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ તથા પ્રકૃતિ જતન અંગેની વિશિષ્ટ કામગીરી કરનાર નાગરિકોને મંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સૌ નાગરિકોએ વૃક્ષારોપણ કરવાના તેમજ વડાપ્રધાનશ્રીના 'એક પેડ માઁ કે નામ' અભિયાનમાં સહભાગી થવાના શપથ ગ્રહણ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech