ગળાફાંસો ખાઇને જીવતર ટુંકાવ્યું : પરિવારમાં શોકની લાગણી
મુળ રાજસ્થાનના બાડમેરના વતની અને હાલ ફલ્લા ગામ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રહેતા વૃઘ્ધે આર્થિક ભીંસના કારણે ગળાફાંસો ખાઇ આયખુ ટુંકાવી લેતા શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.
રાજસ્થાનના બાડમેર જીલ્લાના કોનરા ગામના વતની અને હાલ ફલ્લા ગામમાં જય બાલાજી ઓઇલ ઇન્ડ. ખાતે રહેતા અને મજુરી કામ કરતા અગ્રારામ ઠાકરારામ મેઘવાર (ઉ.વ.૫૧) ઘણા સમયથી કામ ધંધાર્થે ગુજરાતમાં આવેલા હોય તેમનો કામ ધંધો બરાબર ચાલતો ન હોય આથી પરિવારને આર્થિક રીતે મદદરુપ થઇ શકતા ન હોય દરમ્યાન આર્થીક ભીંસના કારણે પોતાની ઓરડીમાં લોખંડના એન્ગલમાં ટુવાલ વડે ગઇ કાલે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ થયુ હતું.
આ અંગે કોનરા ગામના શ્રવણ ઠાકરારામ દ્વારા પંચ-એમાં જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વૃઘ્ધના બનાવથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચીનની ફેક્ટરીમાં અચાનક રોબોટ હિંસકબન્યો, હુમલો કરતા બે કર્મચારી ઘાયલ
May 05, 2025 11:10 AMનંદનવન સોસાયટીમાં રેઢી પડેલી કારમાંથી દારૂની ૧૪૯ બોટલ કબ્જે
May 05, 2025 11:09 AMઈરાનના વિદેશ મંત્રી ઈસ્લામાબાદ પહોંચ્યા, ભારત-પાકિસ્તાન તણાવ પર કરશે વાતચીત
May 05, 2025 11:06 AMઇમ્તિયાઝ પર આતંકવાદીઓને ખોરાક અને આશ્રય આપવાનો આરોપ હતો, નદીમાં કૂદીને કરી આત્મહત્યા
May 05, 2025 11:02 AMજામજોધપુરમાં યાર્ડની પેઢીએ ફેરવ્યુ લાખોનું ફુલેકુ
May 05, 2025 10:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech