કાલાવડમાં હાર્ટએટેકથી પ્રૌઢનું મૃત્યુ​​​​​​​

  • April 17, 2025 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હૃદયરોગના જીવલેણ હુમલાના બનાવો યથાવત

છેલ્લા ઘણા સમયથી હૃદયરોગના જીવલેણ હુમલના બનાવો સામે આવી રહયા છે વધુ એક વૃઘ્ધનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. કાલાવડના કુંભનાથપરામાં રહેતા ૫૫ વર્ષના પ્રૌઢનું હાર્ટએટેક આવવાથી મૃત્યુ નિપજયુ છે.

કાલાવડના કુંભનાથપરામાં રહેતા ધનજીભાઇ માધાભાઇ બોરીચા (ઉ.વ.૫૫) નામના શ્રમિક વૃઘ્ધ તા. ૧૫ રાત્રીના પોતાના ઘરે ‚મમાં જતા હતા ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા બેભાન થઇ જતા સારવાર માટે લઇ જવામાં આવેલ દરમ્યાન તેમનું હાર્ટએટેક આવવાથી મૃત્યુ થયુ હતું. આ અંગે પાર્થ ધનજીભાઇ બોરીચાએ ગઇકાલે કાલાવડ ટાઉન પોલીસમાં જાણ કરી હતી જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે હૃદયરોગના પ્રાણઘાતક હુમલના બનાવોનું પ્રમાણ દિવસે દિવસે વધી રહયું છે જે ચિંતાનો વિષય બન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application