ખંભાળિયા માનવ સેવા સમિતિના હોદેદારોની વરણી

  • April 23, 2025 11:40 AM 


ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત લલિતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલના વર્તમાન પ્રમુખ ધીરેનભાઈ બદીયાણીએ તેમની સેવાઓ આપ્યા બાદ વ્યસ્તતા ના કારણે પ્રમુખ તરીકેની જવાબદારીમાંથી નિવૃત્તિ જાહેર કરતા આગામી બે વર્ષના સમયગાળા માટે પ્રમુખ તરીકે મનુભાઈ પાબારી, સેક્રેટરી તરીકે રાજેન્દ્રભાઈ મજીઠીયા, ખજાનચી તરીકે વિમલભાઈ સાયાણી તેમજ સહ ખજાનચી તરીકે સુભાષભાઈ બારોટની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.


માનવ સેવા સમિતિ સંસ્થા શહેરમાં છેલ્લા 33 વર્ષ થયા કાર્યરત છે. સાથે 17 વર્ષ પહેલા યુ.કે. નિવાસી બદીયાણી પરિવાર તથા અન્ય દાતાઓના આર્થિક સહયોગથી લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલનું નિર્માણ કરી, ખંભાળિયા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારો માટે વિના મૂલ્યે તથા રાહત દરે આંખની અને દાંતની તથા સામાન્ય બીજા અન્ય રોગોની સારવાર પૂરી કરવાનું ભગીરથ કાર્ય આ સંસ્થા કરી રહી છે. લોકોની સેવા અર્થે નિયમિત રીતે દર મહિને વિના મૂલ્યે બેથી ત્રણ આંખના નિદાન, સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application