કાર, દારૂ સહિત 11.15 લાખના મુદ્દામાલ સાથે બે ની અટકાયત: હાઈવે પર ટ્રાફિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન લાલ લાઈટવાળી કાર સાથે નકલી અધિકારી ઝબ્બે: આરોપીઓ રિમાન્ડ પર
ખંભાળિયા - જામનગર હાઈવે માર્ગ પર શનિવારે ચઢતા પહોરે ટ્રાફિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી લાલ લાઈટવાળી સ્કોર્પિયો મોટરકારમાંથી નકલી સી.આઈ.ડી. અધિકારી તેમજ અન્ય એક શખ્સને ઝડપી લેવામાં આવ્યા હતા. બાવળા તાલુકાના ગાંગડ ગામના આ બે શખ્સોને પોલીસે દારૂ, બિયર, કાર અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 11.15 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે. આ પ્રકરણના આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચનાથી અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા શુક્રવારે રાત્રે કોમ્બિંગ નાઈટ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક પી.એસ.આઈ. વી.એમ. સોલંકી તેમજ ટ્રાફિક શાખાના જવાનોએ શનિવારે વહેલી સવારે આશરે ચારેક વાગ્યાના સમયે ખંભાળિયા - જામનગર હાઈવે પર અત્રેથી આશરે 6 કિલોમીટર દૂર ધરમપુર ટોલનાકા પાસે પહોંચતા આ માર્ગ પરથી જામનગર તરફથી દ્વારકા તરફ જઈ રહેલી જી.જે. 38 બી.એફ. 5050 નંબરની કાળા કલરની સ્કોર્પિયો કારને જોતા આ કારમાં આગળના ભાગે બ્લુ અને લાલ કલરની એલઈડી ફ્લેસીંગ લાઈટ તેમજ સાયરન જોવા મળ્યું હતું.
આ કારને અટકાવી અને કાર સવારની પૂછપરછ કરવામાં આવતા તેમાં રહેલા એક શખ્સએ પોતાની ઓળખ સી.આઈ.ડી. ઇન્ટેલિજન્સ - ગુજરાત સ્ટેટનો અધિકારી એસ.પી. વાઘેલા હોવાનું જણાવ્યું હતું. તેની પાસે પોલીસે આઈકાર્ડ માંગતા તેણે એસ.પી. વાઘેલાના નામનું આઈકાર્ડ આપ્યું હતું. આ આઈકાર્ડમાં રહેલો ફોટો આ શખ્સના ચહેરા સાથે મેચ ન થતા પોલીસે તેની પાસે આધાર કાર્ડ માંગ્યું હતું. આ આધારકાર્ડ જોતા તેમાં રહેલું નામ દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર હોવાનું જોવા મળ્યું હતું.
આથી પોલીસે ડુપ્લીકેટ CID ઇન્ટેલિજન્સ ગુજરાત વિભાગના આઈ.ઓ.ની ઓળખ આપનાર દિગ્વિજયસિંહ પરમાર (ઉ.વ. 38, રહે. ગાંગડ, તા. બાવળા, જિ. અમદાવાદ) ની અટકાયત કરી લીધી હતી.
આ સાથે રહેલા અન્ય એક શખ્સ એવા ગાંગડ ગામના કૃપાલસિંહ મહિપતસિંહ સિસોદિયા (ઉ.વ. 32) ની પણ અટકાયત કરવામાં આવી હતી. સ્કોર્પિયો મોટરકારની તપાસણી દરમિયાન આ કારમાંથી બિયરના ત્રણ ટીન તેમજ કોલ્ડ્રીંક્સની બે બોટલમાં 1350 મી.લી. વિદેશી દારૂ હોવાનું ખુલવા પામ્યું હતું.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે રૂપિયા 10 લાખની કિંમતની સ્કોર્પિયો મોટરકાર તેમજ નકલી અધિકારી પાસે રહેલો રૂપિયા એક લાખની કિંમતનો 16 પ્રો-મેક્સ આઈફોન તેમજ રૂ. 15,000 ની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. આમ, આ સમગ્ર પ્રકરણમાં ટ્રાફિક પોલીસની સતર્કતાથી ડુપ્લીકેટ સી.આઈ.ડી. ઇન્ટેલિજન્સ અધિકારી દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર તેમજ અન્ય એક કૃપાલસિંહ મહિપતસિંહ સિસોદિયાની અટકાયત કરી, આ બંને શખ્સો સામે ખંભાળિયા પોલીસ મથકમાં જુદા જુદા ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
ઝડપાયેલા આરોપીઓને પોલીસે અહીંની કોર્ટમાં રજુ કરી, રિમાન્ડની માંગણી કરતાં નામદાર અદાલતે આરોપીઓના તારીખ 22 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ સમગ્ર કાર્યવાહી અહીંના ઈન્ચાર્જ પી.આઈ. સી.એલ. દેસાઈ, પ્રોબેશનલ પી.આઈ. કે.એસ. ગોહિલ, ટ્રાફિક પી.એસ.આઈ. વી.એમ. સોલંકી સાથે શક્તિસિંહ જાડેજા, દેવરાભાઈ પંડત, વીરભદ્રસિંહ જાડેજા અને ભરતભાઈ જમોડ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech