ઓખામાં ઔદ્યોગિક પ્રદુષણ મામલે ખેડુતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન

  • April 23, 2025 12:04 PM 

​​​​​​​
ઓખામંડળ તાલુકામાં કથિત ઔદ્યોગિક પ્રદુષણથી ખેડૂતો પાયમાલ થયા હોવાની ફરીયાદ સાથે પ્રાંત અધિકારીને આવેદન પાઠવી પગલાંની માંગ કરાઇ છે. ઓખામંડળ તાલુકામાં નાના-મોટા ઔદ્યોગિક એકમો દ્વારા કથિત રીતે પ્રદુષણ ફેલાવવાને લીધે આ વિસ્તારના ખેડૂતો પાયમાલ થયા હોવાની ફરીયાદ સાથે મંગળવારે દ્વારકા પ્રાંત અધિકારીને કિસાન કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી નકકર પગલાં લેવા માંગણી કરાઈ છે. આ આવેદનમાં જણાવ્યા અનુસાર આ વિસ્તારના મોટા ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાતા પ્રદુષણનો વ્યાપ ખેડૂતોના ખેતરો સુધી પહોંચ્યો હોય, ખેડૂતોની ખેતી બરબાદ થતી હોવાથી આર્થિક રીતે પાયમાલ થતાં ખેડૂતોને વહારે આવી પ્રદુષણ ફેલાવતાં ઔદ્યોગિક એકમો વિ‚દ્ધ નકકર કાર્યવાહીની માંગ કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application