કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામના મૂળ રહીશ અને હાલ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા કરસનભાઈ દેવશીભાઈ ડાભી નામના 52 વર્ષના સતવારા આધેડ તથા તેમના પિતાને ગઢકા ગામના સંજય રણછોડભાઈ ડાભી, રણછોડભાઈ માધાભાઈ ડાભી અને ભીમાભાઈ માધાભાઈ ડાભી નામના ત્રણ સભ્યોએ બિભત્સ ગાળો કાઢી, લાકડી વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદીના નાનાભાઈ જેરામભાઈ આરોપી પરિવારની એક મહિલાને અવારનવાર ફોન તેમજ મેસેજ કરતા હોય, જે અંગેનો ખાર રાખી, ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે તમામ ત્રણ આરોપીઓ સામે આઈપીસી કલમ 324, 323, 504, 441, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
મીઠાપુરમાં સાસુ-વહુ ઉપર હુમલો કરતા મહિલાઓ સહિત ચાર સામે ગુનો
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા મંજુબેન માયાભાઈ બાવાભાઈ વારસાકીયા નામના 47 વર્ષના મહિલા સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, આ જ વિસ્તારમાં રહેતા જયેશ ધનજીભાઈ બથવાર, મણીબેન ધનજીભાઈ બથવાર, ધનજીભાઈ બથવાર અને નંદીનીબેન જયેશભાઈ બથવારએ લાકડાના ધોકા વડે હુમલો કરી, ફરિયાદી મંજુબેનને ફ્રેક્ચર સહિતની ઈજાઓ કર્યાની તેમજ તેમના પુત્રી પર પણ હુમલો કર્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
કલ્યાણપુર પંથકની પરિણીતાને ત્રાસ આપતા પોરબંદરના સાસરિયાઓ સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે હાલ રહેતી અને હમીરભાઈ ગીગાભાઈ મોઢવાડિયાની 37 વર્ષની પરિણીત પુત્રી જયાબેન રામાભાઈ કારાવદરાને તેણીના લગ્ન જીવન દરમિયાન પોરબંદર તાબેના ખાપટ વિસ્તારમાં રહેતા તેણીના પતિ રામાભાઈ મુરુભાઈ કારાવદરા, સસરા મુરુભાઈ કાનાભાઈ, સાસુ વાલીબેન તેમજ રણજીત મુરુભાઈ કારાવદરા નામના ચાર સાસરિયાઓએ શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપી અને "તું વાંઝણી છો અને વાંઝણી જ રહેવાની છો"- તેમ કહી, અત્યાચાર કરતા આ સમગ્ર બાબતે કલ્યાણપુર પોલીસ મથકમાં સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
ખંભાળિયાના જૂની ફોટ ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
ખંભાળિયાથી આશરે 25 કિલોમીટર દૂર જૂની ફોટ ગામે આવેલા એક મંદિર પાસે બેસી અને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા દેવા આલા વસરા, આલા ખીમા પિંડારિયા, જયેશ એભા વસરા, વેજાણંદ ભીખા વસરા અને કરસન પાલા વસરા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂ. 29,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech