પોરબંદરના બીરલાહોલમાં ભુગર્ભ ગટરનું કનેકશન યોગ્ય નહી હોવાથી અથવા ખોદી નાખવામાં આવેલી સાંઢીયા ગટરને લીધે આ વિસ્તારમાં રોગચાળાનો ભય ફેલાયો છે તેથી તંત્ર યોગ્ય કરે તેવી માંગણી સાથે સ્થાનિક રહેવાસીઓએ સામૂહિક રીતે સહીઓ કરી મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યુ છે. પોરબંદરમાં બીરલાહોલ પાછળ બેન્ક કોલોની વિસ્તારમાં રહેતા લોકોએ સામૂહિક રીતે સહીઓ કરીને મ્યુનિસિપલ કમિશ્નરને પાઠવેલા પત્રમા જણાવ્યુ છે કે અમે બીરલા હોલની પાછળ બેંક કોલોની વિસ્તારમાં વસવાટ કરતા રહેવાસીઓ છીએ.
પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સ સંચાલિત બીરલાહોલમાં અવાર-નવાર પ્રસંગો થતા હોય તેનો ફૂડવેસ્ટ ખુલ્લી ગટરમાં જોવા મળે છે અને ખુણા પર આવેલ તેના કીચન પાસે આવો કચરો જતો હોય અને તેલવાળા ફુડવેસ્ટ હોય ભુગર્ભ ગટરો જામ થાય છે. તેમજ જો આ સંસ્થાએ ભુગર્ભ ગટરના કનેકશન લીધેલ ન હોય તો તે ડાયરેકટ ખુલ્લામાં જતો હશે જેનું ભુગર્ભ જળને પણ નુકશાન થઇ રહેલ હોય એવી શકયતા છે. આગામી સમયમાં ચોમાસુ આવશે જેથી જો આ ખુલ્લી ગટરો અને ભુગર્ભ ગટર કનેકશનો સુયોગ્ય રીતે થયેલ નહી હોય તો પાણીના નિકાલની સમસ્યાઓ ઉદ્ભવશે. આ સંસ્થાના અગાળના ભાગમાં સાંઢીયા ગટર ખોેલેલ હતી જે પણ સફાઇ કર્યા વગર બંધ કરી દેવામાં આવેલ છે. તેમજ મેઇન રોડ પર રેસ્ટોરન્ટ આવેલ છે તેમાંથી પણ મોટા પ્રમાણમાં ફૂડ વેસ્ટ ખુલ્લી ગટર અથવા ભગર્ભ ડ્રેનેજમાં જતો જ હશે તેનુ પણ નિરાકરણ કરાવી આપવા અપીલ થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech