જામનગર : હર્ષદમીલની ચાલી પાસે જુની અદાવતમાં બે જુથ વચ્ચે મારામારી

  • October 01, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના હર્ષદમીલની ચાલી રોડ હોટલ પાસે અઠવાડીયા પુર્વે રાત્રીના અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખીને શખ્સો વચ્ચે માથાકુટ થઇ હતી જેમા એકબીજાને માર માર્યાની અને ધમકી દીધાની સામ સામી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.


જામનગરના ઘાંચી કબ્રસ્તાન એપીજે આવાસ બિલ્ડીંગ એ-૫૦૫માં રહેતા મજુરી કરતા મુનાફ ઇકબાલભાઇ બ્લોચ (ઉ.વ.૨૭) નામના યુવાનના મિત્ર યાસીન પાસે આરોપી અમિતના સબંધી ભાવિન રૂપીયા માંગતો હોય જે બાબતે સાતેક મહિના પહેલા અમિતને ફરીયાદી સાથે બોલાચાલી થઇ હતી.


જેનો ખાર રાખી ગત તા. ૨૨ રાત્રીના હર્ષદમીલની ચાલી રજવાડી હોટલ પાસેના રોડ પર ફરીયાદી મુનાફભાઇ ત્યાં ઉભા હતા ત્યારે આરોપીઓ એકટીવામાં આવ્યા હતા અને ફરીયાદીને અપશબ્દો બોલ્યા હતા તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. બે શખ્સોએ ફરીયાદીને પકડી રાખી એક શખ્સે મુંઠ વડે માથાના ભાગે ઘા ઝીંકી દઇ ઇજા પહોચાડી હતી તેમજ આરોપી અમિતે ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.


આ અંગે મુનાફભાઇ બ્લોચ દ્વારા સીટી-એ ડીવીઝનમાં ગઇકાલે અમિત ભાનુશાળી, દિલીપ ઉર્ફે મનના સીંગરખીયા અને રોહિત રાજપુત આ ત્રણ સામે ફરીયાદ નોંધાવી હતી, સામા પક્ષે શંકરટેકરી સુભાષપરા શેરી નં. ૨માં રહેતા રોહીત અતુલભાઇ બારડ (ઉ.વ.૨૧)એ વળતી ફરીયાદ સીટી-એમાં મુનાફ બ્લોચ તથા યાસીન બંનેની સામે નોંધાવી હતી. 
​​​​​​​

જેમાં જણાવ્યુ હતું કે ફરીયાદીના મિત્ર અમિત સાથે અગાઉ મુનાફને બોલાચાલી થઇ હોય જેનો ખાર રાખીને ફરીયાદી તથા તેના મિત્રો સાથે રજવાડી ચાની હોટલે ગયા ત્યારે બંને આરોપી ત્યા આવીને અપશબ્દો બોલી અમિતને ઝાપટ મારવા લાગ્યા હતા, ફરીયાદી તેમને છોડાવવા વચ્ચે પડતા બંને શખ્સોએ ફરીયાદી તથા તેના મિત્રને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી. બંને પક્ષની ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application