ફરસાણના વિક્રેતાઓને ત્યાં પણ ચેકિંગ: કેટલાક વિક્રેતાઓમાં ફફડાટ
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ, સુભાષ શાક માર્કેટ તેમજ રણજીત રોડ વિસ્તારમાં ઉભા રહેતા શાકભાજી અને ફ્રુટના વેપારી- ફેરિયાઓને ત્યાંથી જુદી-જુદી 164 જેટલી ખાદ્ય સામગ્રીના સેમ્પલો લેવામાં આવ્યા છે અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે.
ફૂડ અને સેફટી વિભાગ ન્યુ દિલ્હીના નેશનલ એન્યુઅલ સર્વેલન્સ પ્લાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં ફ્રેસ ફ્રૂટ્સ અને વેજીટેબલ ખાદ્ય ચીજોનું સ્પેશીયલ સર્વેલન્સ ડ્રાઈવ અંગે ગુજરાત રાજ્ય ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ફૂડ સેફ્ટી, ગાંધીનગરના આદેશ અને જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સુચના મુજબ ફૂડ સેફટી એન્ડ સ્ટાનડર્ડ એક્ટ-2006 અને તે અન્વયેના નિયમો હેઠળ સર્વેલન્સ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી ઓફીસર દ્વારા માર્કેટ યાર્ડ હાપામાંથી 138 વેજીટેબલના અને સુભાષ માર્કેટ /સટ્ટાબજારમાંથી 26 ફેશફુટના નમુના લઇ પૃથ્થકરણ અર્થેથી રાજ્ય સરકાર દ્વારા એલોટેડ લેબોરેટરીમાં હેવી મેટલ તેમજ પ્રેસ્ટીસાઈડસ રેસીડ્યુંની તપાસ અર્થે અમદાવાદ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા છે.
આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ.દ્વારા અલગ-અલગ વિસ્તારમાં આવેલ ફરસાણ ફાસ્ટફૂડ, હોટલ-રેસ્ટોરન્ટ માં એફ.એસ.ઓ. એ રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, આજીનો મોટોનો ઉપયોગ ન કરવો, એપ્રોન કેપ-ગ્લોવ્ઝ પહેરવા તેમજ ફ્રીઝની હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, રસોડાની યોગ્ય સફાઈ કરવી, ફૂડ કલરનો ઉપયોગ ન કરવો, સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારીના ફીટનેશ સર્ટીફિકેટ કરવા વગેરે બાબત અંગે તાકીદ કરવામાં આવ્યા હતાં.
ઉપરોક્ત ટીમ દ્વારા 58 દિગ્વિજય પ્લોટમાં આવેલા અમદાવાદી પકવાન તેમજ સોનાલી ફરસાણ, ખોડીયાર કોલોનીમાં આવેલી હોટલ અનાયાબીકમ, સમર્પણ રોડ પર આવેલી હોટલ વિશાલ ઇન્ટરનેશનલ તેમજ ખોડિયાર કોલોનીમાં આવેલા પાપા લુઇઝ પિઝા પાર્લરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જરૂરી સુચના આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech