સલાયા મરીન પોલીસ દ્વારા ચાર બોટધારકો સામે મત્સ્ય ઉદ્યોગ અધિનિયમનો ભંગ બદલ ગુન્હો

  • December 20, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે સલાયા મરીન પોલીસ સ્ટાફ દ્વારા બંદર ઉપર પેટ્રોલિંગ દરમિયાન મચ્છીમારી કરતી બોટમાં હવામાન સંબંધી આગાહીઓ સાંભળવા માટે ટ્રાન્ઝિસ્ટર રેડિયો અથવા રાજ્ય સરકાર ઠરાવે તેવા બીજા કોઈ સંદેશા વ્યવહારના સાધનો સાથે નહીં રાખી મત્સ્યઉદ્યોગ કરતા હોઈ જે માટે કુલ ચાર બોટ માલિક ઉપર મત્સ્ય ઉદ્યોગ અધિનિયમના નિયમોનો ભંગ કરવા બદલ ગુન્હો દાખલ કરેલ છે.


આ ચાર બોટ માલિકો વિરુદ્ધ મત્સ્યઉદ્યોગ અધિનિયમ મુજબ ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .જેમાં બોટ માલિકો તેમજ એમની બોટમાં રજીસ્ટ્રેશન નંબરની માહિતી આં મુજબ છે. ઈરફાન અલીમામદ સંઘાર ફિશિંગ બોટ પયા અલ ઈમરાન રજી નંબર જીજે 37 એમ એમ 643, અસલમ જુસબભાઈ બારોયા ફિશિંગ બોટ પહાજીઅલી રજી નંબર  37 એમએમ 373,  ફારૂક સુલેમાન બારોયા ફિશિંગ બોટ પઅલબારોય રજી નંબર  37 એમએમ 364,  ફિરોજ અજીજભાઈ ભગાડ ફિશિંગ બોટ પ અલ ઇસાકી રજી નંબર જીજે 37 એમ એમ 37 આમ કુલ ચાર બોટ માલિકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application