લગભગ છેલ્લા એકાદ પખવાડિયાથી કાળઝાળ ગરમીના કારણે સૌરાષ્ટ્ર્ર સહિત રાયના અનેક વિસ્તારોમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. સુરત વલસાડ સહિત રાયના અમુક વિસ્તારોમાં તો હીટ વેવ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. જોકે આજથી પરિસ્થિતિ થોડી બદલાઈ ગઈ છે અને સમગ્ર રાયમાં કયાંય હિટ વેવ માટેનું યલો, ઓરેન્જ, રેડ કે તે પ્રકારનું કોઈ એલર્ટ જાહેર કરાયું નથી.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સોમવારે અમદાવાદ અમરેલી વડોદરા ભાવનગર ભુજ છોટા ઉદેપુર ગાંધીનગર ડીસા કંડલા રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ થી ૪૫.૨ સુધી નોંધાયો છે. પરંતુ આ તાપમાન જે તે સેન્ટરમાં ઉનાળાની ચાલુ સિઝનમાં અત્યારના સમયમાં હોવું જોઈએ તેના જેટલું છે. કંડલા ભાવનગરમાં ટીન કરતાં અનુક્રમે ૬ અને ૪ ડિગ્રી વધુ તાપમાન છે પરંતુ આવતીકાલથી સમગ્ર રાયમાં મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી જેટલું ઓછું થશે.
છેલ્લા કેટલાક દિવસોથી રાયના મોટાભાગના શહેરોમાં દિવસનો પ્રારભં આંકરા તાપ સાથે થતો હતો અને લઘુતમ તાપમાન ૩૦ ડિગ્રી આસપાસ રહેતું હતું. પરંતુ આજે રાયના તમામ સેન્ટરમાં ૩૦ ડિગ્રીથી ઓછું તાપમાન રહ્યું છે.
ગુજરાતની માફક દેશના અનેક રાયોમાં પણ હવે ગરમીનું પ્રમાણ ઘટું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી બે દિવસ સુધી મહત્તમ તાપમાનના પ્રમાણમાં નોર્થ વેસ્ટ અને સેન્ટ્રલ ના રાયોમાં ખાસ ફેરફાર નહીં થાય પરંતુ ત્યાર પછી બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે. મહારાષ્ટ્ર્ર અને ગુજરાતમાં પણ આવતીકાલથી બે થી ત્રણ ડિગ્રી મહત્તમ તાપમાન ઓછું થશે. જયારે ઈસ્ટના રાયોમાં પણ બેથી ત્રણ ડિગ્રી ઘટાડાની આગાહી કરવામાં આવી છે.
આજે સમગ્ર રાયમાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સરેરાશ ૬૦ થી ૮૫% આસપાસ રહ્યું હતું. દ્રારકા વડોદરા માં ભેજવાળા વાદળો જોવા મળ્યા હતા. રાજકોટમાં અને સુરતમાં પણ છૂટા છવાયા ભેજવાળા વાદળો જોવા મળ્યા છે.
ગઈકાલે બપોરે પવનની ગતિમાં એકાએક જોરદાર વધારો થયો હતો અને રાજકોટમાં પ્રતિ કલાકના ૩૪ કીલોમીટરની ઝડપે પવન ફકાયો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે પણ રાયમાં અનેક શહેરમાં પ્રતિ કલાકના ૨૫ થી ૩૫ કીલોમીટરની ઝડપે પવન ફકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech