લાલપુરના ધાડ-લુંટના ગુન્હામાં નાસ્તો-ફરતો આરોપી ઝડપાયો

  • April 22, 2025 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા ૮ વર્ષથી નાસ્તા ફરતા શખ્સને પકડી પડતી લાલપુર પોલીસ

મિલ્કત સબંધી તથા શરીર સબંધી ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી શોધી કાઢવા જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસખુ ડેલૂએ સૂચના આપેલ હોય તેના અનુસંધાને  લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર કે.એલ.ગળચરના માર્ગદર્શન હેઠળ લાલપુર પો.સ્ટે. ના પોલીસ સબ ઇન્સપેક્ટર  એસ.પી.ગોહિલ અને  પો.સ્ટાફના માણસો સાથે અગાઉ મજકુર નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા દરમ્યાન ચોક્કસ હકીકત મળેલ કે લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ અને ધાડના ગુનામાં છેલ્લા ૮ વર્ષથી નાસતો-ફરતો આરોપી દિનેશભાઈ હેમંસિંગભાઈ મીનામા (જાતે.આદિવાસી ઉ.વ.૩૫ ધંધો.મંજુરી. રહે.ખોબરા ફળીયુ,કાળાખુંટ ગામ તા.ધાનપુર જી.દાહોદ)  નવી વેરાવળ ગામના પાટીયે ઉભો છે. તે  ચોક્કસ બાતમી લાલપુર પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સપેકટર  એસ.પી.ગોહિલ તથા સ્ટાફ એ .દોડી.જઈ આરોપી ને ઝડપી પાડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application