વિજેતા ટીમનું કરાયું સન્માન : બોલીવુડની 300થી વધુ ફિલ્મમાં અભિનય આપનાર મુસ્તાકખાનની ઉપસ્થિતીથી લાગ્યા ચાર ચાંદ
સમસ્ત ભાટીયા મહાજન ગુજરાતન યુવા પ્રમુખ સંજયભાઇ આશરન નેતૃત્વમાં કાલાવડ ભાટીયા મહાજનના સહયોગથી ગત તા.6 અને 7 એપ્રિલના રોજ કાલાવડ ખાતે ગં.સ્વ. મંજુલબેન નરોતમદાાસ ગાજરીયા ટ્રોફીનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટ, ટંકારા, ભુજ, કાલાવડ, ગોંડલ, અંજાર, જામનગર, અમદાવાદ, કંડોરણા, અમરેલીની ટીમોએ ભાગ લીધેલ. અત્યંત રસાકસીભયર્િ મેચો અને સીકસરની વરસાદ દ્વારા ખેલાડીઓએ ઉપસ્થિત જ્ઞાતિબંધુઓના મન મોહી લીધેલ. ફાઇનલ મેચ અંજાર અને ગોંડલની ટીમ વચ્ચે રમાયેલ જેમાં અંજારની ટીમ વિજેતાા થયેલ. ચેમ્પીયન તથા રનર્સઅપ ટીમને દાતા, બોલીવુડના કલાકારો તથા ઉપસ્થિત સર્વે મહાનુભાવોના હસ્તે ઇનામો અપાયેલ. આ ઉપરંત પ્રતિવર્ષ યોજાતી ગો.મુ. પાનવાલા રનીંગ શીલ્ડ ચેસ ટુનર્મિેન્ટનું અયોજન પણ તા.7ના રોજ કરવામાં આવેલ. જેનું સમગ્ર સંચાલન જયસિંહભાઇ નેગાંધીએ કરેલ.
આ બન્ને કાર્યક્રમોની વિશેષત એ રહી કે બોલીવુડમં ગદર, ગદર-2, વેલકમ બેક, રાઉડી રાઠોડ સહિત 300 જેટલી ફિલ્મોમાં અભિયના ઓજસ પાથરનર પ્રખ્યાત બોલીવુડ કલાકાર મુસ્તાકખાન ખાસ ઉપસ્થિત રહી, ખેલાડીઓનો ઉત્સાહ વધારેલ. તેઓની સાાથે ભાટીયા જ્ઞાતિના ફિલ્મ ટી.વી. એકટર જેઓએ 40 થી વધુ હિન્દી ફિલ્મો, 40 જેટલી બેવસીરીઝ, અનેક જાહેરાતોમાં કામ કરેલ છેતેવા મુકેશ કપાણી તેમજ ધ ગ્રેટ ઇન્ડીયન લાફટર ચેલેન્જ ફેમ જામનગરના ઇન્ટરનેશનલ કલાકાર ધારશી બરડીયાએ પોતાના વિશિષ્ટ અંદાજમાં ચલુ મેચે સૌનું મનોરંજન કરેલ.
આ સમગ્ર કર્યક્રમને સફળ બનાાવવા સર્વ મનીષભાઇ નેગાંધી, અશોકભાઇ ગાંધી, કેતનભાઇ આશર, ચત્રભુજભાઇ, મિતેનભાઇ આશર, મનહરભાઇ આશર, રમેશભાઇ વેદ સહિત કાલાવડ ભાટીયા મહાજનના હોદેદારોએ જહેમત ઉઠાવેલ. બે દિવસીય ટુનર્મિેન્ટના ભવ્ય આયોજનમાં સહભાગી થનાર સર્વે મહાજનના અગ્રણીઓ, હોદેદારો, દાતાઓ, જ્ઞાતિબંધુઓ તથા ખેલાડીઓનો શ્રી સમસ્ત ગુજરાત ભાટીયા મહાજન વતી પ્રમુખ સંજયભાઇ આશર તથા સેક્રેટરી અમીતભાઇ ગાંધીની અખબારી યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech