ખંભાળીયાના કંચનપુર સીમમાં એક શખ્સે ગાંજાનું વાવેતર કર્યુ છે જે બાતમી આધારે પોલીસે દરોડો પાડી શખ્સને ચાર છોડ સાથે દબોચી લઇ કુલ ૨.૨૭ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા ખંભાળીયા જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા દ્વારા માદક પદાર્થનું વેચાણ કરતા ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરવા પીઆઇ બી.જે. સરવૈયા તથા સર્વેલન્સ સ્કોડ સ્ટાફને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ. જે અન્વયે ખંભાળીયા પો.હેડ કોન્સ ભરતભાઇ, પો.હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ, પો.કોન્સ. યોગરાજસિંહ, પો.કોન્સ. અરજણભાઇ પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન બાતમીદારથી હકીકત મળેલ કે ગુલાબસિંહ વિક્રમસિંહ ઠાકોર રહે. કંચનપુર સીમ મોડપીર ડાડાના મંદિર આગળ ગેરકાયદે સરકારી ખરાબા પોતાના રહેણાંક મકાન પાછળ માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરેલ તેવી ચોકકસ હકીકત મુજબ હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી મળી આવેલ જેને ગાંજાના ૪ છોડ ૪.૫૪૦ ગ્રામ કિ. ૨.૨૭ લાખના મુદામાલ સાથે પકડી પાડી એનડીપીએસ એકટ મુજબ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application