જગદ્દગુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની વિશેષ ઉપસ્થિતિ: ગુગ્ગળી બ્રાહ્મણો દ્વારા કરાયું આયોજન
યાત્રાધામ દ્વારકાના આંગણે તા.19થી તા.23 સુધી દ્વારકાધીશજીના મુખ્ય યજમાનપદે ગુગ્ગળી જ્ઞાતિ-505 દ્વારાસમસ્ત જ્ઞાતિ કલ્યાણાર્થે શ્રી કોટી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન જ્ઞાતિની વ્યવસ્થાપક સમિતિ તથા મધ્યસ્થ સભા દ્વારા કરાયું છે. જેમાં આજે ગુવારે દ્વારકેશ સ્કૂલના યજ્ઞ મંડપમાં સવારે 6થી 8 કલાક સુધી કોટી ગાયત્રી યજ્ઞ અંગભૂત,ગાયત્રી માતાજીના સ્વપની ચલ પ્રતિષ્ઠા કર્મ પ્રારંભ, પ્રતિષ્ઠા પૂજન અરણી મંથન દ્વારા અગ્નિ પ્રાગટય વિધિ યોજાશે. બ્રહમપુરી ખાતે સવારે 10 થી 12 સુધી યજ્ઞમાં બેસનારા યજમાનો તથા જપાનુષ્ઠાનમાં બેસનારા બ્રાહમણોની દેહશુધ્ધિ પ્રાયશ્ચિત કરાશે. સાંજે 5.00 વાગ્યે સિધ્ધેશ્વર મહાદેવ મંદિરથી યાત્રીક નિવાસ સુધી જલજાત્રા વણપૂજા -ગાયત્રી માતાજીના સ્વપની શોભાયાત્રા નિકળશે.
જયારે તા.20 થી 23 સુધી દશાંશ હોમ સવારે 10થી 12.30 સુધી તેમજ બપોરે 3 થી 7 સુધી યોજાશે. આ ઉપરાંત તા.19 થી 23 સુધી યજ્ઞમંડપમાં દરરોજ સાંજે 7.30 કલાકે મહા આરતી તથા દરરોજ બપોરે ફલાહાર તેમજ સાંજે ભોજન પ્રસાદીની વ્યવસ્થા યજ્ઞમંડપમાં કરવામાં આવી છે.
મહાયજ્ઞમાં જ્ઞાતિના અટક અનુસાર વિવિધ યજમાનો તેમજ અન્ય યજમાનોને આચાર્ય ઘનશ્યામ કે પુરોહિત, વત્સલ એ પુરોહિત તથા દિનેશ પી. ત્રિવેદી દ્વારા જ્ઞાતિના પ્રમુખ, મંત્રી, સહમંત્રી, કારોબારી સભ્યો તેમજ મધ્યસ્થ સભાના સભાસદો તેમજ જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં જપાનુષ્ઠાન કરાવવામાં આવશે. કાર્યક્રમમાં તા.22 મીએ જગદગુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી વિશેષ ઉપસ્થિત રહી આશીવર્દિ પાઠવશે.યજ્ઞ દરમ્યાન ગાયત્રી આશ્રમ ગધેથડના પૂ.લાલબાપુ, દયાબામ બાપુ આશ્રમના પૂ.મહંત બાપુ, સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી માધવસ્વપદાસજી, સ્વામિનારાયણ આશ્રમના ગોવિંદપ્રસાદજી, દેવસ્થાન સમિતિ, તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિતિ આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech