દેશના શહેરી ભારતીયોમાં વહેલા રિટાયર થવાની ઈચ્છા સતત વધી રહી છે, પરંતુ તેની સામે રિટાયરમેન્ટ ફડં (નાણાકીય ભંડોળ)ને લઈને ચિંતાઓ પણ બરકરાર છે. એકિસસ મેકસ અને કંતારના રિટાયરમેન્ટ ઇન્ડેકસ સર્વે મુજબ, ૭૦ ટકા લોકો નક્કી કરેલી વયમર્યાદા પહેલાં કામ છોડવા માંગે છે. આ સર્વેમાં ખુલાસો થયો છે કે આશરે અડધા જેન–ઝી ૫૦ વર્ષની ઉંમર પહેલાં જ નાણાકીય સ્વતંત્રતા (ફાઈનાન્સિયલ ઇન્ડિપેન્ડન્સ) ઈચ્છે છે. બીજી તરફ, જેન–એકસ એટલે કે ૪૫ વર્ષથી વધુ ઉંમરના ૮૨ ટકા લોકોનું કહેવું છે કે સ્થિર આવકની જરિયાતને કારણે તેઓ કયારેય સંપૂર્ણપણે રિટાયર નહીં થઈ શકે.
સર્વેના આંકડાઓ દર્શાવે છે કે શહેરી ભારતીયોએ તેમના લયવાળા રિટાયરમેન્ટ ફંડનું માત્ર ૨૮ ટકા જ ભંડોળ અત્યાર સુધી એકત્રિત કયુ છે. ૩૯ ટકા લોકોને આ બાબતની ચિંતા છે કે રિટાયરમેન્ટ પછી તેમની બચત માંડ પાંચ વર્ષ પણ નહીં ચાલે. યારે ૫૦ ટકા લોકોનું માનવું છે કે તેમનું રિટાયરમેન્ટ કોર્પસ પૂરતું નથી અને તે માત્ર પાંચ વર્ષ જ ચાલશે અને માત્ર ૧૧ ટકા લોકોનું ફડં જીવનભર ચાલી શકે તેમ છે. આ ઉપરાંત, ૭૦ ટકા લોકોનું એવું માનવું છે કે તેમના માટે એક કરોડ પિયાનું રિટાયરમેન્ટ ફડં પૂરતું રહેશે, યારે વાર્ષિક ૧૫ લાખ પિયાથી વધુ કમાણી કરનારા માત્ર ૫૧ ટકા લોકો માટે જ એક કરોડ પિયા પૂરતા સાબિત થશે.
રિટાયરમેન્ટ માટે રોકાણ શ કરવાની બાબતમાં વિવિધ પેઢીઓમાં તફાવત જોવા મળે છે. ૭૫ ટકા જેન–એકસ, ૭૦ ટકા મિલેનિયલ્સ (૩૦ થી ૪૫ વર્ષ) અને ૬૨ ટકા જેન–ઝી (૨૦ થી ૩૦ વર્ષ)ના લોકોએ રિટાયરમેન્ટ માટે રોકાણ શ કરી દીધું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં આઇએલઆર કચેરીના વર્ગ-૩ના કર્મીઓની અચોકકસ મુદતની હડતાળ
September 21, 2026 03:27 PMજામનગરમાં જન આરોગ્ય સાથે ચેડા યથાવત,૩૦૩ કીલો વાસી ખોરાકનોે નાશ
September 21, 2026 03:24 PMતરઘડીની જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક સુવિધાના અભાવનો આક્ષેપ
September 21, 2026 03:22 PMગુજરાતની ૧૭ હજાર ખાનગી શાળાઓના પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે રજૂઆત
September 21, 2026 03:21 PMરાજકોટમાં પોલીસની નાઈટ ડ્રાઈવમાં નંબર પ્લેટ વગરના 147 વાહનો ડિટેઇન: 249 જૂના પેન્ડિંગ ચલણ ભરાવ્યા
September 21, 2026 03:20 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
