જામનગર : વોર્ડ નં. 12માં જનજાગૃતિ અભિયાનમાં નાગરિકોનો ઉમદા પ્રતિસાદ

  • October 11, 2025 11:00 AM 

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દાને લઈને લોકો સુધી પહોંચવા અને જનજાગૃતિ ફેલાવવાની પહેલ શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસે શહેરના વિવિધ વિસ્તારોમાં સહી ઝુંબેશ શરૂ કરી છે. આ અભિયાનના ભાગરૂપે જામનગર શહેરના વોર્ડ નં. 12માં કોંગ્રેસના કાર્યકરો દ્વારા સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો, યુવાનો અને મહિલાઓ જોડાયા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા ના આદેશ અને જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ  યોજાઇ રહ્યા છે



 ત્યારે વોર્ડ નંબર 12 ના મતદારને પોતાના અધિકાર પ્રત્યે જાગૃત કરવો, વોટ ચોરી જેવી ગેરપ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવવો અને લોકોમાં લોકશાહી પ્રત્યે વિશ્વાસ મજબૂત કરવાન હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો


કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવાયું કે લોકશાહીનું સાચું બળ મતદારના હાથમાં છે, અને જો મતનો દુરુપયોગ થાય તો લોકશાહી નબળી પડે છે.


કાર્યક્રમ દરમિયાન શહેર કોંગ્રેસના અગ્રણીઓએ લોકોને સંબોધતા જણાવ્યું કે, વોટ ચોરી લોકશાહી સામેનો સૌથી મોટો ખતરો છે અને તેને અટકાવવું દરેક નાગરિકની ફરજ છે. લોકોએ સ્વયંપ્રેરિત રીતે આ ઝુંબેશમાં ભાગ લઇ સહી કરી લોકશાહી રક્ષણ માટે સમર્થન આપ્યું હતું.

​​​​​​​​​​​​​​

આ કાર્યક્રમમાં વોર્ડ નં. 12ના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષ નેતા અલ્તાફભાઈ ખફી, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, વોર્ડ નં .12 ના પ્રમુખ મોહસીન ખફી, પાર્થ પટેલ, રાહુલ  દુધરેજીયા ,મુસ્તાકભાઈ સાબુવાલા, સૈયદ અખ્તરબાપુ, ઈન્ઝમામ મુસાણી, શાહિદ મકવાણા, કાદરભાઈ માડકીયા, ગફારભાઈ માડકીયા, રાજુભાઈ કાદર, મહંમદભાઈ પેપ્સીવાલા રફીક  માડકિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વિસ્તારની બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી. મહિલાઓએ મતાધિકારના રક્ષણ માટે સહી કરીને લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. યુવા કાર્યકરો દ્વારા લોકોને વોટ ચોરીના નુકસાન અંગે માહિતી આપવામાં આવી હતી અને સૌને પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application