દેશભક્તિ : ગોંડલના ચિત્રકારે ઓપરેશન સિંદૂરમાં ભૂમિકા ભજવનાર બે મહિલા અધિકારીનું અદ્ભુત ચિત્ર કંડાર્યું

  • May 17, 2025 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ મોંઘીબા હાઈસ્કૂલની દીવાલ પર ગોંડલ ઉપરાંત દેશ વિદેશ પણ ખ્યાતિ પામેલ મુસ્લિમ યુવાન અને ચિત્રકાર મુનિર બુખારીએ ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા ભજવનાર બે મહિલા અધિકારી કર્નલ સોફિયા કુરેશી તેમજ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘનું ચિત્ર પોતે સ્વખર્ચે બનાવી અનોખી દેશ ભકિત દાખવી હતી.
શાળાએ આવતી વિધાર્થીનીઓને પ્રેરણા મળશે
ચિત્રકાર મુનિર બુખારીએ જણાવ્યું હતું કે ગોંડલ મોંઘીબા ગલ્ર્સ હાઈસ્કૂલ દીવાલ પર ચિત્ર બનાવવાનો મુખ્ય હેતુ એ હતો કે શાળા ખાતે અભ્યાસ કરવા માટે આવતી વિધાર્થીનીઓમાં આ ચિત્ર જોઈ પ્રેરણા તેમજ ઉત્સાહ વધે. ઓપરેશન સિંદૂર દરમ્યાન બંને મહિલા અધિકારીઓએ ભારતીય સેનાની બહાદુરીની સમગ્ર વિશ્વભરના દેશોએ નોંધ લીધી છે. ચિત્રકાર મુનિર બુખારી આંતરરાષ્ટ્ર્રીય ખ્યાતનામ ધરાવે છે. તેઓએ ઓસ્ટ્રેલિયા, દુબઈ અને અબુ ધાબી જેવા દેશોમાં વોલ પેઈન્ટસ બનાવી ખ્યાતિ મેળવી ચુકયા છે

ચિત્ર બનાવતા ૧૮ કલાકથી વધુ સમય લાગ્યો
પેઈન્ટર મુનિર બુખારીએ શહેરની મોંઘીબા ગલ્ર્સ હાઈસ્કૂલ ની ૩૦ ફૂટ પહોળી તેમજ ૬ ફટ ઐંચી દીવાલ પર ઓપરેશન સિંદૂરનું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. ચિત્રકાર મુનિર બુખારીને આ ચિત્ર બનાવતા બે દિવસમાં ૧૮ કલાકથી વધુ સમયની મેહનત તેમજ ૧૦થી ૧૨ લીટર કલરનો ઉપયોગ થયો હતો. આ પ્રોજેકટ માટે તેમણે વહિવટી તંત્રની મંજૂરી લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application