ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા તડામાર તૈયારીઓ
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ જામ ખંભાળિયા દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ ઉજવવાની ખુબજ ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે.
સૃષ્ટિના સર્જનહાર અને દેવો ના શિલ્પાચાર્ય આદિનારાયણ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદા નો પ્રાગટ્ય દિવસ એટલે વિશ્વકર્મા જયંતી તારીખ, ૨૨/૨/૨૦૨૪ ને ગુરૂવારે છે, આ શુભ દિવસે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ જામ ખંભાળિયા દ્વારા અનેકવિધ કાર્યક્રમો નું ખુબજ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
વહેલી સવારે વિશ્વકર્મા દાદા ની મંગળા આરતી, પાટોત્સવ હવન, નુતન ધ્વજારોહણ, દાતાશ્રીઓ નું સન્માન, સમુહ ભોજન, વિધ્યાર્થી સન્માન સમારોહ, સંધ્યા મહા આરતી, સંધ્યા સમુહ ભોજન અને રાત્રે સાંસ્ક્રુતિક કાર્યક્રમ, વગેરેના સુંદર આયોજન ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ મહોત્સવ માં ગુર્જર સુતાર જ્ઞાતિના અનેક શ્રેષ્ઠીઓ ગણમાન્ય મહેમાનો તેમજ ગામ અને બહાર ગામના જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ ના સંપૂર્ણ કાર્યક્રમો ના દાતાશ્રી મુળ હંસ્થલ અને હાલ જામનગર ના રતીલાલ રાઘવજીભાઈ ભારદિયા પરિવાર છે તેમ મંત્રી જયંતીભાઈ સુરેલીયાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationટુકડા ખાતે યોજાયેલ ભાગવત સપ્તાહમાં ધારાસભ્ય કાંધલ જાડેજાએ આપી હાજરી
May 05, 2025 04:04 PMમોઢવાડાની શાળાઓની ધારાસભ્યએ લીધી મુલાકાત
May 05, 2025 04:03 PMપોરબંદર જિલ્લામાં એન.ડી.આર.એફ. ની ટીમનું થયું આગમન
May 05, 2025 04:01 PMગુજરાતમાં ઉનાળુ વેકેશન દરમિયાન દરરોજ ૧૪૦૦ થી વધુ એકસ્ટ્રા બસો દોડશે
May 05, 2025 04:00 PMસોનું થયું સસ્તું : ભાવ ૯૬,૬૦૦
May 05, 2025 03:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech