ધ્રોલ વિજ્ઞાન કેન્દ્રમાં માર્ગદર્શન સેમિનારનું આયોજન

  • November 17, 2025 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લાના અવકાશમાં આગામી તા ૧૭ ને સોમવાર ના રાત્રી ના આકાશ માં રહેલા સિંહ રાશીના મુખમાંથી ચારેય દિશામાં ઉલ્કાઓ ખરતી દેખાશે. મધ્ય રાત્રી બાદ આકાશમાં સિંહ રાશીના તારાઓ વધુ ઊંચાઈ ઉપર આવશે, જેથી મધ્ય રાત્રીથી વહેલી સવાર સુધી પ્રતિ કલાક માં ૧૫ થી વધારે ઉલ્કાઓ ખરતી દેખાશે.


અવકાશી નજારો નિહાળવા માટેનું જરૂરી માર્ગદર્શન મળી રહે, તે માટે જામનગર જિલ્લાના ધ્રોળમાં આવેલા લોકવિજ્ઞાન કેન્દ્રમાં તારીખ ૧૬.૧૧. ૨૦૨૫ના સવારે ૧૧.૩૦ થી ૧૨.૦૦ કલાક સુધી જરૂરી માર્ગદર્શન આપવા માટે ધ્રોળ વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડો. સંજય પંડ્યા અને તેઓની ટીમ દ્વારા ઉલ્કાવર્ષા એટલે શું, તે કઈ રીતે આકાર લે છે, અને તે થવાના કારણ શું છે, અને તેને જોવા માટે શું કરવું જોઈએ, તે સમગ્ર માહિતી આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી રસધારાવનારા તમામ ખગોળ પ્રેમીઓએ ધ્રોળ વિજ્ઞાન કેન્દ્રમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.   


જામનગર જિલ્લાના અવકાશમાં તા ૧૭ ને સોમવારના રાત્રીના આકાશમાં રહેલા સિંહ રાશીના મુખમાંથી ચારેય દિશામાં ઉલ્કાઓ ખરતી દેખાશે. મધ્ય રાત્રી બાદ આકાશમાં સિંહ રાશીના તારાઓ વધુ ઊંચાઈ ઉપર આવશે, જેથી મધ્ય રાત્રીથી વહેલી સવાર સુધી પ્રતિ કલાક માં ૧૫થી વધારે ઉલ્કાઓ ખરતી દેખાશે.જ્યારે કોઈ ધુમકેતુ પોતાના સૂર્ય આસપાસના પરિભૃમણ દરમ્યાન થોડા અવશેષો છોડી અનંત યાત્રાએ નીકળે પડે છે, અને આપણી પૃથ્વી જ્યારે આ ત્યજી દીધેલ અવશેષોની નજદીક થી પસાર થાય છે, ત્યારે આ અવશેષોના થોડા કણો પૃથ્વી ગુરૂત્વાકષણમાં ખેંચાઇને ઘર્ષણ અને વધુ સ્પીડને કારણે તેજ લીસોટાના સ્વરુપ  પરીણમે છે, અને આની સંખ્યા વધારે હોય તો ઉલ્કા-વર્ષા કહેવા માં આવે છે. 


સિંહ રાશિની આ ઉલ્કા-વર્ષા નિહાળવા માટે એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આપના ઘરેથી પણ નરી આંખે જોઈ શકાશે આ ઉલ્કાવર્ષા માણવા અને નરી આંખે તેનો નઝારો નિહાળવા શું કરવું જોઈએ તેની માહિતી ફોન પર કે રૂબરૂ મેળવી શકાશે. વધુ માહિતી માટે આપ વિજ્ઞાન કેન્દ્ર ના પ્રોગ્રામ ઓફિસર ડો.સંજય પંડ્યા (મો. ૯૯૭૯૨-૪૧૧૦૦) નો સંપર્ક કરી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application