સુર્ય ઉર્જા ક્ષેત્રે દેશભરમાં ગુજરાત અગ્રેસર છે અને ૩૪% યોગદાન રહ્યું છે,ત્યારે વધુને વધુ લોકો સોલાર પેનલનો લાભ લે તેવી અપીલ થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું છે કે,નીતિગત દ્રઢતા, વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીનો સમન્વય કોઈપણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં પરિવર્તિત કરી શકે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, પી.એમ. સુર્ય ઘર મુફ્ત બિજલી યોજના માટે રાજ્ય સરકારે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે નિર્ધારિત ૩.૫ લાખ સોલાર રૂફટોપ પેનલ્સના ઇન્સ્ટોલેશનનો લક્ષ્યાંક સમય પહેલાં જ પ્રાપ્ત કરી લીધો છે.
પી.એમ સુર્ય ઘર યોજના હેઠળ સોલર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતમાં પી.એમ સુર્ય ઘર યોજના હેઠળ ૩.૩૬ લાખ સોલર રૂફટોપ પેનલ્સ સ્થાપિત કરવામાં આવી છે.આ આંકડો દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં સર્વાધિક છે.આ યોજનાના સફળ અમલીકરણને કારણે, આજે ગુજરાત સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં દેશમાં ૩૪% યોગદાન આપી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ ગુજરાતના ૩.૩ લાખ ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા ૨૩૬૨ કરોડની સબસિડી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ ગુજરાતના ૩.૩ લાખ ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા ૨૩૬૨ કરોડની સબસિડી આપવામાં આવી છે.
પી.એમ સુર્ય ઘર મુફ્ત બિજલી યોજનાનું સફળ અમલીકરણ કરનારા ટોચના પાંચ રાજ્યોની વાત કરીએ તો પ્રથમ ક્રમે ગુજરાત બાદ, મહારાષ્ટ્ર ૧.૮૯ લાખ સોલર રૂફટોપ પેનલ ઇન્સ્ટોલેશન્સ સાથે બીજા ક્રમે છે.ઉત્તર પ્રદેશ ૧.૨૨ લાખ ઇન્સ્ટોલેશન સાથે ત્રીજા ક્રમે, કેરળ ૯૫ હજાર ઇન્સ્ટોલેશન સાથે ચોથા ક્રમે અને રાજસ્થાન ૪૩ હજાર ઇન્સ્ટોલેશન સાથે પાંચમા ક્રમે છે.૧૨૮૪ મેટ્રિક ટન કોલસાની બચત થઈ,૧૫૦૪ મેટ્રિક ટન સી.ઓ-ટુ ઉત્સર્જનમાં ઘટાડો થયો,
જી.યુ.વી.એન.એલ.ના આંકડા અનુસાર, ગુજરાતમાં પી.એમ. સુર્ય ઘર મુફ્ત બિજલી યોજના હેઠળ સ્થાપિત ૩.૩૬ લાખ સોલર રૂફટોપ સિસ્ટમ દ્વારા ૧૨૩૨ મેગાવોટથી વધુ ઊર્જાનું ઉત્પાદન થયું છે, જે પરંપરાગત વીજ ઉત્પાદનના ૧૮૩૪ મિલિયન યુનિટ જેટલું છે. જો આટલી જ ઊર્જા કોલસા આધારિત પ્લાન્ટમાંથી ઉત્પન્ન કરવામાં આવી હોત, તો લગભગ ૧૨૮૪ મેટ્રિક ટન કોલસાનો વપરાશ થયો હોત.આ બચતને કારણે વાતાવરણમાં ૧૫૦૪ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં પણ ઘટાડો થયો છે.
પી.એમ. સુર્ય ઘર મુફ્ત બિજલી યોજના શું છે અને તેના લાભ કોને મળી શકે છે?
પી.એમ.સુર્ય ઘર મુફ્ત બિજલી યોજનાની શરૂઆત ફેબ્રુઆરી ૨૦૨૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. આ યોજના હેઠળ નાગરિકોને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી આપવાની સાથે ૩ કે.ડબ્લ્યુ સુધીની સિસ્ટમ પર ૭૮ હજાર સુધીની સબસિડી આપવામાં આવે છે.છત ધરાવતો કોઈપણ ઘરમાલિક આ યોજના માટે પાત્ર છે. અરજીની પ્રક્રિયા સરળ છે અને ઓનલાઈન પણ કરી શકાય છે.
વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીના સહયોગથી ગુજરાત બન્યું શ્રેષ્ઠ
ગુજરાતમાં પી.એમ.સુર્ય ઘર મુફ્ત બિજલી યોજનાની અભુતપુર્વ સફળતામાં વહીવટીતંત્રની દુરંદેશી કામગીરીએ મહત્વપુર્ણ ભુમિકા ભજવી છે, સાથે અહીની જાગૃત જનતા અને સ્થાનિક સંસ્થાઓની સક્રિય ભાગીદારીએ પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.રાજ્ય સરકારે દરેક ગામ અને શહેરમાં વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવીને નાગરિકોને યોજનાના લાભો વિશે માહિતગાર કર્યા અને અરજી પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવી. આ સમન્વિત અને સમર્પિત પ્રયાસો આજે ગુજરાતને નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં દેશ માટે એક આદર્શ મોડલ તરીકે સ્થાપિત કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech