આજીવન કેદની સજા યથાવત રાખવાનો હુકમ
જામજોધપુરમાં સને ૧૯૯૦ના ચકચારી કસ્ટોડિયલ ડેથ કેસમાં ખંભાળીયા સેશન્સ કોર્ટ પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ, પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને ફટકારેલી જન્મટીપની સજાને પડકારતી સંજીવ ભટ્ટની અરજીને ફગાવીને દઇ ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે નીચલી કોર્ટના હુકમને સ્પષ્ટ બહાલી આપી હતી. હાઇકોર્ટે સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓને ફટકારેલી સજા યથાર્થ ગણાવી હતી અને નીચલી કોર્ટના સજાના આ હુકમમાં કોઇપણ પ્રકારની દરમ્યાનગીરી કરવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.
આ કેસની વિગત મુજબ વર્ષ ૧૯૯૦માં જામનગરના જામજોધપુરમાં અડવાણીની એકતા યાત્રા વખતે ભારત બંધનું એલાન અપાયું ત્યારે કોમી તોફાનો ના થાય તેની દહેશતમાં જામનગર જિલ્લાના તત્કાલીન એએસપી સંજીવ ભટ્ટ અને અન્ય પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ ૧૩૩ વ્યક્તિઓની ટાડા હેઠળ ધરપકડ કરી કેટલાકને બેરહેમીથી માર માર્યો હતો.
જેમાં પ્રભુદાસ માધવભાઇ વૈષ્ણાની નામના એક વેપારીનું કસ્ટોડિયલ ટોર્ચર અને મારના કારણે ગત તા. ૧૮/૧૧/૧૯૯૦ ના રોજ મોત નિપજ્યું હતું. જે અંગે તેના ભાઇએ સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ સાથે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ખંભાળીયા સેશન્સ કોર્ટે ર૯ વર્ષ મહત્વના ચૂકાદો આપી પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને જન્મટીપની સજા ફટકારી હતી, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ જાડેજા, અનોપસિંહ જેઠવા, કેશુભા દોલુભા જાડેજા અને પીએસઆઇ શૈલેષ પંડ્યા અને દિપકકુમાર ભગવાનદાસ શાહને બે-બે વર્ષની સજા કરવામાં આવી હતી.
સેશન્સ કોર્ટના આ ચૂકાદા સામે સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ ગુજરાત હાઇકોર્ટમાં ક્રિમિનલ અપીલ કરી સજાના હુકમને પડકાર્યો હતો. જો કે હાઇકોર્ટે સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને તેમની અપીલો ફગાવી દઇ નીચલી કોર્ટે સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓને ફટકારેલી સજાનો હુકમ કાયમ રાખ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech