જામનગર : અતી ચકચારી કેસમા પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી ઉપર ફાયરિંગ તથા જીવલેણ હુમલામાં હસુભાઈ પેઢડિયા તથા યોગેશભાઈ અકબરીને નિર્દોષ છોડી મુક્તિ સેશન્સ કોર્ટ

  • October 16, 2025 03:52 PM 

આ કેસની વિગત એવી છે કે ગઈ તારીખ- ૧૯/૬/૨૦૧૮ ના રોજ રાત્રિના જામનગરના નામાંકિત ગુજસીટોકના આરોપી અને પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી પર જામનગરના ભાજપના અગ્રણી હસમુખભાઈ પેઢડીયા ઉર્ફે પટેલ તથા તેના સાગરિક દ્વારા લાલપુર બાયપાસ રોડ પર આવેલ કીર્તિ પેટ્રોલપંપ પાસે રાત્રે બાર વાગ્યાના સુમારે ફોરવીલ ગાડીમાં આવી ફાયરિંગ કરેલ ત્યારબાદ ત્યાંથી નાસી ગયેલ. તેમા કલમ-૩૦૭, આર્મ એક્ટ કલમ ૨૫(જી(એ) વગેરે મુજબના ગુનાની અરજી અતુલ ભંડેરી દ્વારા કરેલ.

જામનગર સિટી એ ડિવીઝન પોસ્ટ દ્વારા ફરીયાદ કરવામાં આવેલી. જે માત્ર ને માત્ર હસમુખભાઈ પેઢડીયા તથા યોગેશભાઇ અકબરીનું નામ અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા કરવાં માં આવેલી.


જે બાદ સદર ફરિયાદ આધારે કેસ પ્રિન્સીપાલ ડી. એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા સીનિયર ધારાશાસ્ત્રી પી. એમ. બુચ તથા સીનિયર ધારાશાસ્ત્રી કોમલબેન ભટ્ટની ઉત્તમ તપાસ તથા ધારદાર દલીલને ધ્યાનમાં રાખીને હસમુખભાઈ તથા યોગેશભાઈને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ જામનગરના પ્રિન્સિપાલ ડી. એન્ડ સેશન્સ જજ એન. આર. જોશી દ્વારા કરવામાં આવેલ આ કેસમાં સહાયક તરીકે અવની. દેલવાડિયા અને ફેજલ ચર્યા રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application